Safeer News

Breaking News from Ahmedabad

દેશ

૩૫ વર્ષીય મહિલા પ્રોફેસરે ૨૦ વર્ષીય વિદ્યાર્થી સાથે સંબંધ બાંધ્યાં પછી બળાત્કારનો આરોપ લગાવ્યો

દિલ્હી હાઈકોર્ટે વિદ્યાર્થીને આગોતરા જામીન આપ્યા, કહ્યું અરજદાર તેની પસંદગી અને ઈચ્છા મુજબ વિદ્યાર્થિ સાથે સંબંધમાં હતો નહીં કે, દબાણને કારણે

દિલ્હી,
દિલ્હી હાઈકોર્ટે ૩૫ વર્ષીય પ્રોફેસર પર બળાત્કારના આરોપી ૨૦ વર્ષીય વિદ્યાર્થીને આગોતરા જામીન આપ્યા છે. વિદ્યાર્થિ પર લગ્નના બહાને બળાત્કારનો આરોપ છે. આ કેસની સુનાવણી કરતી વખતે હાઈકોર્ટમાં જસ્ટિસ સૌરભ બેનર્જીની સિંગલ બેન્ચે એ હકીકતની નોંધ લીધી હતી કે, અરજદાર પ્રોફેસરની ઉંમર ૩૫ વર્ષની હતી અને તે ૨૦ વર્ષના વિદ્યાર્થીની સાથે સંબંધમાં હતી. પ્રોફેસર પહેલાંથી જ પરિણીત હતા અને સંબંધ સમયે છૂટાછેડાની પ્રક્રિયા ચાલી રહી હતી.

હાઈકોર્ટે કહ્યું કે, પ્રાથમિક રીતે એવું લાગે છે કે, અરજદાર તેની પસંદગી અને ઈચ્છા મુજબ વિદ્યાર્થિ સાથે સંબંધમાં હતા અને કોઈ દબાણને કારણે નહીં. પ્રોફેસરે સભાન પણે આંખો, કાન અને મન ખુલ્લા રાખીને સંબંધમાં આગળ વધવાનું નક્કી કર્યું હતું. હાઈકોર્ટે કહ્યું, “કોર્ટ માટે એવું કહેવું ખોટું નહીં હોય કે, અરજદાર ઈડિલિસ બંધના તમામ પાસાઓથી વાકેફ હતા. તે સાચું-ખોટું જાણતી હતી અને તે જાણતી હતી કે, સગીર વિદ્યાર્થી સાથે સંબંધ રાખવાના શું પરિણામો આવી શકે છે…’

બાર એન્ડ બેન્ચના રિપોર્ટ અનુસાર, દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, તેમની સામે મૂકવામાં આવેલા દસ્તાવેજાે પરથી સ્પષ્ટ થાય છે કે, અરજદાર પ્રોફેસર પોતાની મરજીથી લગભગ એક વર્ષ સુધી વિદ્યાર્થી સાથે સંબંધમાં રહ્યા હતા. FIR મુજબ, મહિલા પ્રોફેસર અને વિદ્યાર્થીની મુલાકાત ફેબ્રુઆરી ૨૦૨૨માં થઈ હતી. પ્રોફેસર જે કોલેજમાં ભણાવે છે ત્યાંનો જ વિદ્યાર્થી છે. પ્રોફેસરનો આરોપ છે કે, મે ૨૦૨૨માં તે કામ માટે મનાલી ગઈ હતી. ત્યાં બંને નજીક આવ્યા અને મંદિરમાં લગ્ન પણ કરી લીધા. વિદ્યાર્થીએ બાદમાં કાયદેસર રીતે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. પ્રોફેસરના જણાવ્યા અનુસાર, તે જૂન ૨૦૨૨માં વિદ્યાર્થીના પરિવારને મળી હતી અને તેઓ લગ્ન માટે પણ તૈયાર હતા.

પ્રોફેસરે આરોપ લગાવ્યો છે કે તે એપ્રિલ ૨૦૨૩માં ગર્ભવતી બની હતી. આ પછી વિદ્યાર્થી અને તેના પરિવારના સભ્યોએ તેના પર ગર્ભપાત માટે દબાણ કર્યું અને તેને દવા આપી હતી. પ્રોફેસર જૂન ૨૦૨૩માં ફરી ગર્ભવતી બની હતી. આ વખતે વિદ્યાર્થી તેમની પાસેથી ૨.૫ લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયો હતો.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *