(અમિત પંડ્યા)
ડૉક્ટરના સેવાકીય કાર્યોને બિરદાવવા તથા તેમના પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે આ દિવસ મનાવવામાં આવે છે.
અમદાવાદ,તા.૧
દર વર્ષે ૧ જુલાઈના રોજ આપણા દેશમાં રાષ્ટ્રીય “ડૉક્ટર્સ ડે” મનાવાય છે. સામાન્ય લોકો ડૉક્ટરને ઈશ્વરના દૂત ગણીને સન્માનતા હોય છે. ડૉક્ટરના સેવાકીય કાર્યોને બિરદાવવા તથા તેમના પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે આ દિવસ મનાવવામાં આવે છે.
અનેક જગ્યાઓ પર ડૉક્ટર પોતાના તબીબી વ્યવસાયને પુજા સમાન ગણીને દદીઁઓને મોતના મુખમાંથી પણ લઈ આવે છે. જ્યારે અસંખ્ય તબીબો એવા છે કે, જેઓ દરેક દિવસને તબીબ દિવસ ગણીને દદીઁઓની સેવા કરવામા વ્યસ્ત રહે છે અને દદીઁઓને રોગમુકત કરવામા પોતનુ જિવન સમર્પિત કરે છે.
નિકોલ નવા નરોડા રોડ પર આવેલ ત્રિનય હોસપિટલમાં આજે વિશેષ દિવસે દદીઁઓને રાહત આપવા સાથે તેઓને પુરી પડાતી સેવાઓમા પણ ખાસી રાહત આપીને તેઓને તબીબી સેવાઓ પુરી પાડી હતી. આજે તબીબી સેવાઓ મેળવવા આવેલ દદીઁઓને જ્યારે આજના “ડૉક્ટર્સ ડે”ની જાણ થઈ ત્યારે તેઓએ સમગ્ર તબીબી સ્ટાફને તાળીઓના ગડગડાટ સાથે તેઓ પર પુષ્પવષાઁ કરીને તેઓને વધાવી લીધા હતા. ક્યાંક દવાઓ ઓછી કિંમતે પુરી પાડી હતી તો ક્યાંક તબીબની ફીમા મોટી રાહત અપાઈ હતી સાથે સાથે આથિઁક રીતે નબળા વગઁના વ્યક્તિઓને સપુઁણ ફી માફી અપાઈ હતી.
ત્રિનય હોસ્પિટલના ઓથોઁપેડિક સજઁન ડાઁકટર શૈશવ સોની અને તેમની તબીબી ટીમને સારવાર માટે આવેલ દદીઁઓ અને સગાઓએ તેમની પર ગુલાબની પુષ્પવષાઁ કરીને તેઓનું અભિવાદન કયુઁ હતુ અને કેક કાપ્યુ હતુ.