“હાઈ ઓન લાઈફ ફાઉન્ડેશન”એ ડ્રગના દુરુપયોગ સામે જાગૃતિ ફેલાવવા માટે આર્ટ બુક અને મૂવી ટ્રેલર લોન્ચ કર્યું
26મી જૂનને વૈશ્વિક સ્તરે (WORLD NO DRUGS DAY) ડ્રગ એબ્યુઝ અને ગેરકાયદેસર હેરફેર સામેના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને તે દિવસે માદક દ્રવ્યોના દુરુપયોગ સામે જાગૃતિ ફેલાવવા માટે “હાઈ ઓન લાઈફ ફાઉન્ડેશને” ડ્રગના દુરુપયોગ સામે જાગૃતિ ફેલાવવા માટે આર્ટ બુક અને મૂવી ટ્રેલર લોન્ચ કર્યું હતું.
આ પ્રસંગે, જાણીતા કલાકાર અને ફોટોગ્રાફર શ્રી તેજસ સોની દ્વારા ડ્રગના દુરૂપયોગ સામે જાગૃતિ અને ભાવનાત્મક સુખાકારી પરની આર્ટવર્ક સહિત 75 કલાકૃતિઓ ધરાવતું “એલિગી ટુ સક્સેસ” નામનું પુસ્તક લોન્ચ કરવામાં આવશે. આ પુસ્તક લોકોને ડ્રગ-મુક્ત જીવન જીવવા અને તેમની સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રેરણા આપવાનું એક પ્રવેશદ્વાર સાબિત થશે.
આ સાથે ફિલ્મ “રાહિલ- જર્ની આરપાસ 2 દિમાગ”નું ટ્રેલર પણ લોન્ચ કરવામાં આવશે જે ડ્રગના દુરુપયોગ અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓને નાબૂદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
આ પુસ્તક થેંક યુ પબ્લિશર્સ દ્વારા ઉમદા હેતુ માટે યોગદાન આપવા માટે સંકલિત, સંપાદિત અને પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ICAC આર્ટ ગેલેરીમાં યોજાયો હતો.