અમદાવાદ,તા.૨૧
અહમદાબાદ શહેરની સ્થાપનામાં જેમનો સૌથી મોટો રૂહાની ફાળો છે તેવા ચાર અહમદ પૈકીના પ્રથમ અહમદ અને અહમદાબાદ શહેરના સ્થાપક સુલતાન અહમદશાહ બાદશાહના પીરો મુરશિદ હઝરત શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષ (રહમતુલ્લાહ અલયહે)ના ઉર્ષની શાન-ઓ-શોકતથી ઉજવણી કરવામાં આવી હતી.
શહેરના સરખેજ દરગાહમાં હાલ ઉર્ષની ઉજવણી ચાલે છે જેમાં આજરોજ સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરી દ્વારા સરખેજ ખાતે હઝરત શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષ (રહમતુલ્લાહ અલયહે)ના મજાર શરીફ પર ગલેફ (ચાદર) પેશ કરવામાં આવી હતી. મજાર શરીફ પર ગલેફ (ચાદર) પેશ કર્યા બાદ ગુજરાત તથા સમગ્ર ભારતમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે, ભાઈચારો કાયમ રહે તથા લોકો ખુશહાલ થાય તેવી દુઆઓ કરવામાં આવી હતી.