સાઉદી અરબે આ વર્ષે માત્ર 60 હજાર લોકોને જ હજ માટે મંજૂરી આપી, આ તમામ સાઉદીના જ નાગરિકો હશે જેમણે કોરોનાની વેક્સિન લીધી હશે. સરકાર દ્વારા સંચાલિત સાઉદી પ્રેસ એજન્સીએ હજ અને ઉમરાહ મંત્રાલયને ટાંકીને એક નિવેદનમાં આ જાહેરાત કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે હજ જુલાઈના મધ્યમાં શરૂ થશે.
૧૮થી ૬૫ વર્ષની વય જૂથના લોકો તેમાં ભાગ લઈ શકશે. મંત્રાલયે કહ્યું કે હજ યાત્રિકો માટે રસી લેવી ફરજિયાત છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સાઉદી અરેબિયા પુષ્ટિ કરે છે કે યાત્રિકોના સ્વાસ્થ્ય અને સલામતી અને તેમના દેશોની સુરક્ષા અંગે સતત પરામર્શ કર્યા પછી તેણે આ ર્નિણય લીધો છે.”
ગયા વર્ષે, સાઉદી અરેબિયામાં પહેલાથી જ રહેતા લગભગ એક હજાર લોકોની પસંદગી હજ માટે કરવામાં આવી હતી. સામાન્ય સંજાેગોમાં દર વર્ષે લગભગ ૨૦ લાખ મુસ્લિમો હજ કરે છે.