મુંબઈ,
રાજસ્થાનમાં ૧૦ દિવસની એક બાળકી માટે સોનુ ફરિશ્તો બનીને સામે આવ્યો છે. જાલોરની રહેવાસી આ નાનકડી દીકરીનો સોનુએ જીવ બચાવ્યો હતો. બાળકીના ઓપરેશન માટે પરિવારના લોકો પાસે પૈસા નહોતા. સોનૂએ બાળકીનુ ઓપરેશન કરાવ્યુ અને સફળ થયુ ત્યારે કહ્યું, પાર્ટી ક્યારે આપશો?
ઓપરેશન બાદ બાળકીને ઘરે લાવવામાં આવી અને તેનું આરતી ઉતારીને સ્વાગત કરવામાં આવ્યુ હતુ. બાળકીનું નામ પણ સોનુ સૂદના નામ પર સોનુ રાખવામાં આવ્યુ છે. બાળકીના પાડોશીએ ટિ્વટ કરીને કહ્યું, સર તમારી મદદના કારણે સોનુના હ્રદયનું ઓપરેશન થઇ શક્યુ છે. જેના માટે ભગારામ માલીનો પરિવાર હંમેશા તમારો આભારી રહેશે. દિલીપ સોલંકીના ટિ્વટ પર સોનુએ જવાબ આપ્યો, આજની સૌથી ખુબસુરત તસવીર, મને ક્યારે પાર્ટી આપશો. જન્મથી બાળકીના હ્રદયમાં કાણુ હતુ. જેના કારણે તેનું ઓપરેશન કરાવવાનુ હતુ. સોનુ સૂદે હાલમાં જ એક વીડિયો શૅર કર્યો છે જેમાં એક ફેન તેને મળવા આવ્યો છે અને સોનુને પોતાની સામે જાેઇને તેની આંખો ભરાઇ આવે છે અને આંસુ આંખની બહાર આવી જાય છે. સોનૂએ વીડિયોમાં લખ્યું, આખા દેશમાં લોકોને પિડીત જાેઇએ તો હ્રદય દ્રવી જાય છે.
કોવિડના કેસ ઘટ્યા છે પરંતુ અન્ય તકલીફો વધી રહી છે. ઘણા પરિવારની હાલત હજુ પણ ઘણી ગંભીર છે. અભિષેકને મળ્યો અને તેની સાંભળવાની શક્તિ ગુમાવી બેઠો છે. તે જલ્દી જ સ્વસ્થ થઇ જાય તેવી કામના કરુ છુ અને મારો આગ્રહ છે કે આવી મુશ્કેલીભરી ઘડીમાં આપણે પ્રભાવિતોની મદદ કરી શકીએ. અભિષેક જૈન નામનો આ ગુજરાતી છોકરો કે જે કેન્સરથી પિડાઇ રહ્યો છે તેની એક જ ઇચ્છા હતી કે તે સોનુ સૂદને મળે અને જ્યારે તે સોનુને મળે છે ત્યારે ખૂબ ભાવૂક થઇ જાય છે અને બોલી ઉઠે છે “તમે ભગવાન છો સર”.