“સેક્સ એજ્યુકેશન” એક ખાસ ફિલ્મ જેનો ઉદ્દેશ્ય માત્ર જાગૃતતા ફેલવવાનો અને જુની રૂઢિઓ તોડવાનો છે
‘
મુંબઈઃ
ગ્લોબલ એન્ટરટેઈનમેન્ટ કંપની અને ઇરોસ એસટીએક્સ ગ્લોબલ કોર્પોરેશનની માલિકીની દક્ષિણ એશિયાની અગ્રણી સ્ટ્રીમિંગ મનોરંજન સેવા ઇરોસ નાઉએ આજે ફિલ્મ સેક્સ એજ્યુકેશનની જાહેરાત કરી છે. આ એક ગુજરાતી ફિલ્મ છે. જે છેલ્લા ઘણા સમયની જુની માન્યતાઓ પર આધારિત છે. સેક્સ એજ્યુકેશન મૂવી તમામ પ્રકારની રૂઢિઓને તોડીને પ્રેમ, આદર અને સ્વતંત્રતાના મહત્વને પ્રકાશિત કરશે. આ ફિલ્મ 19 એપ્રિલ, 2021 એટલે કે આજે ઈરોઝ નાઉ પર રીલિઝ થશે.
આ ફિલ્મનું અભિવાદન પ્રણવ એમ. પટેલે કર્યું છે. જેમાં સમર્થ શર્મા, દિવ્યા ભટ્ટ, ચેતન દૈયા જેવા શ્રેષ્ઠ કલાકારો છે. વાર્તા કિશોરોમાં નિષ્પક્ષ લૈંગિક શિક્ષણના મહત્વની આસપાસ ફરે છે. જેનો હેતુ ફક્ત જૈવિક સંદર્ભે જ નહીં પરંતુ એસટીડી દ્વારા લોકોને ઘણી બાબતોથી પરિચિત કરવી જાગૃતતા ફેલાવવાનો છે. આ એક ‘સંવેદનશીલ વિષય’ માનવામાં આવે છે. ફિલ્મ આજના સમયમાં એક મહત્વપુર્ણ વિષયને સામે લાવી રહી છે. જે વિવિધ પાસાઓ સંબંધિત શિક્ષણ આપે છે
સેક્સ એજ્યુકેશન તમને રોમાંસ, નાટક અને લોકોમાં રહેલી જુદા જુદા માન્યતાઓ તરફ લઇ જાય છે. ‘સેક્સ એજ્યુકેશન’ 19મી એપ્રિલના રોજ ફક્ત ઇરોસ નાઉ પર જુઓ