અબરાર અલ્વી
સુરત
સુરતના સચીન જીઆઇડીસી વિસ્તારની અંદર સાયકલ ચાલક રોંગ સાઈડમાં આવતા ટ્રાફિકના કર્મચારીએ પાંડેસરામાં રહેતા રાજબહાદુર યાદવને મેમો પકડાવી દીધો હતો. સાયકલ ચાલકને મેમો આપી દેતા શહેરભરમાં ચર્ચાનો વિષય બની ગયો હતો.
અત્યાર સુધીમાં રોંગ સાઈડ મોટરસાયકલ કે ફોરવીલર આવતી હોય તો તેને મેંમો આપવાનો સામાન્ય હતું પરંતુ આજે સાયકલ ચાલકને મેમો આપતા આશ્ચર્ય થયું હતું. સાયકલ ચાલકને જે કલમ લગાવી જોઈતી હતી તે કલમને બદલે મોટર વ્હીકલ એક્ટની કલમ 184 લગાડતા મેમો આપનાર કોમલ ડાંગરની ભૂલ સામે આવી હતી. એન્જિન ન હોય તેવા વાહનને માટે આ કલમ લગાડી શકાય નહીં. એક તરફ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો કોરોના કાળમાં બે ટાઈમનું પેટિયું રળવા માટે ખુબ સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ કોરોના અને માસ્કના નામે પોલીસ એવા લોકો પાસે દંડ ઉઘરાવી રહી છે જે પરિવહન માટે સાયકલ પર જઇ રહ્યા છે.