સીઆર પાટીલ બીજેપી પ્રદેશ અધ્યક્ષ સાથે બેઠક 1 કલાક સુધી ચાલી હતી. ત્યારે આ બેઠકનો સુખદ અંત આવ્યો છે.
સુરત ખાતે માલધારી સમાજના આગેવાનો દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આંદોલન વધુ આગળ ચાલે એ પહેલા જ તેનો સુખદ અંત આવ્યો છે. માલધારી સમાજના આગેવાનો દ્વારા સીઆર પાટીલ સાથે મુલાકાત કરી હતી. ત્યારે સીઆર પાટીલે તબેલા નહીં હટે તેવી બાંહેધરી આપી હતી. આ ઉપરાંત સીએમ સાથે પણ આ મામલે ટેલિફોનિક વાત સીઆર પાટીલે કરી હતી. સુરતમાં રખડતા ઢોર મામલે માલધારીઓએ કેટલાક પ્રશ્નો ઉભા કર્યા હતા ત્યારે આ મામલે આજે સીઆર પાટીલ બીજેપી પ્રદેશ અધ્યક્ષ સાથે બેઠક 1 કલાક સુધી ચાલી હતી. ત્યારે આ બેઠકનો સુખદ અંત આવ્યો છે.
અગાઉ પણ માલધારીઓ દ્વારા સુરતમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં ઘેરાવો કરવામાં આવ્યો હતો. તેમનો આરોપ હતો કે, અમારા બાંધેલા પશુઓને ત્યાંથી પકડી પાડવામાં આવી રહ્યા છે ત્યારે આ સહીતના અન્ય પ્રશ્નોને લઈને આ પ્રકારે રેલી કરવામાં આવી હતી.
અમદાવાદમાં પણ માલધારીઓને યોજાઈ રેલી
માલધારી સમાજે સરકાર સામે ફરી બાંયો ચઢાવી છે. ઢોર પકડવા માટે તૈયાર કરેલી નવી નીતિનો વિરોધ મામલે આજે તેમની રેલી યોજવામાં આવી હતી. માલધારી મહાપંચાયત દ્વારા અમદાવાદમાં આ મહારેલીનું આયોજન આજે બાપુનગર ખાતેથી કરવામાં આવ્યું હતું. પૂર્વ વિસ્તારમાં આ રેલી યોજવામાં આવી હતી. માલધારીઓની નારાજગી પણ આ મામલે જોવા મળી રહી છે જેમાં તેમની કેટલીક માંગ પણ છે. અગાઉ ઢોર નિયંત્રણ કાયદો અમલી બનાયા બાદ પણ માલધારીઓએ ભારે વિરોધ કરતા કાયદો અત્યાર પૂરતો મોકૂફ પણ રખાયો છે.