વેસુ પોલીસે બાતમીના આધારે આરોપીને ડ્રગ્સ, ગાંજાના મુદ્દામાલ સાથે પકડી પાડયો છે.
સુરત,તા.૨૪
સુરત પોલીસે ડ્રગ્સ, ગાંજાની હેરાફેરી કરતા પોલીસ પુત્રની ધરપકડ કરી છે. વેસુ પોલીસે બાતમીના આધારે શહેરના સિટીલાઈટ વિસ્તારમાંથી પોલીસ કોન્સ્ટેબલના પુત્રને ડ્રગ્સ, ગાંજા સાથે પકડી ઉમરા પોલીસના હવાલે કર્યો છે. આરોપી નવસારીના યુવક પાસેથી સ્નેપ ચેટથી ગાંજાનો ઓર્ડર આપી મંગાવતો હતો. વરાછાના યુવક પાસેથી ડ્રગ્સ મંગાવી વેચતો હતો. પોલીસ પુત્ર દિવ્યેશ તડવા સિટીલાઈટ વિસ્તારમાં ડ્રગ્સ, ગાંજા આપવા જવાનો હતો. પોલીસે બાતમીના આધારે આરોપીને સિટીલાઈટ ખાતેથી ડ્રગ્સ, ગાંજા સાથે પકડી પાડ્યો છે.
શહેરના અલથાન ખાતે આવેલ મંગલધામ સોસાયટીમાં રહેતા ૨૮ વર્ષીય દિવ્યેશ તડવા સુરત શહેર પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા દેવચંદ તડવાનો પુત્ર છે. દિવ્યેશ છેલ્લા ૭ મહિનાથી ડ્રગ્સ, ગાંજાની હેરાફેરી કરતો હતો. વેસુ પોલીસે બાતમીના આધારે આરોપી પોલીસ પુત્રને ડ્રગ્સ, ગાંજાના મુદ્દામાલ સાથે પકડી પાડયો છે. આરોપી પાસેથી ૨૯ હજારથી વધુની કિંમતનું ડ્રગ્સ સાથે જ ૩ હજારથી વધુની કિંમતનો ગાંજાે મળી આવ્યો હતો. હાલ વેસુ પોલીસે આરોપીને ઉમરા પોલીસના હવાલે કર્યો છે. પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે કે, આરોપી દિવ્યેશ નવસારીના સુલેમાન પાસેથી સ્નેપ ચેટ પરથી ઓર્ડર આપી ગાંજાે મંગાવતો હતો. સાથે જ વરાછા ખાતે રહેતો તેનો મિત્ર વિજય વઘાસિયા પાસેથી ડ્રગ્સનો જથ્થો લાવ્યો હતો.
આરોપી દિવ્યેશ ડ્રગ્સને પોતાની એક્ટિવા મોપેડમાં રાખી વેચતો હતો. વેસુ પોલીસે બાતમીના આધારે આરોપી દિવ્યેશને પકડી પાડયો હતો. આરોપી મોપેડ ગાડીમાં તપાસ કરતા ગાડીમાંથી રૂપિયા ૨૯ હજારથી વધુની કિંમતનો ૧૯૮.૯૮૦ ગ્રામ ચરસ સહિત રૂપિયા ૩ હજારથી વધુની કિંમતનો ૭.૯૭૦ ગ્રામનો ગાંજાે મળી આવ્યો હતો.
મહત્વની વાત છે કે, સુરત શહેર પોલીસ શહેરને ડ્રગ્સ મુક્ત કરવા મુહિમ ચલાવી રહી છે. ત્યારે ડ્રગ્સ માફિયાઓને પકડી પાડી કરોડોનું ડ્રગ્સ પણ જપ્ત કરી કાર્યવાહી કરી છે. પરંતુ સુરત શહેર પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીનો જ પુત્ર ડ્રગ્સ અને ગાંજાની હેરાફેરી કરતા પકડાતા ચકચાર મચી ગઈ છે.