સુરતમાં કુખ્યાત મીંડી ગેંગના સભ્ય પર લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યુ
સુરતમાં લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુખ્યાત મીંડી ગેંગના સભ્ય પર 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યુ.
સુરતમાં છેલ્લા કેટલાક સમયથી કુખ્યાત મીંડી ગેંગનો ત્રાસ વધી રહ્યો હતો જેના કારણે તેની સામેની ગેંગ પણ પાછળ રહેવા માગતી ન હતી એટલે તેમણે મીંડી ગેંગના સભ્યો ઉપર ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં મીંડી ગેંગના આરીફ મીંડીના જમાઈ આજી પુનવાલાને ગોળી વાગી હતી, ત્યાર બાદ તેને સારવાર માટે એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
આ સમગ્ર ઘટનામાં લાલગેટ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. આરોપીઓ ફાયરિંગ કરીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ ઉપરાંત સુરતમાં મીંડી ગેંગ ઉપર પણ હપ્તાખોરી, વ્યાજનો ધંધો કરવા અને દાદાગીરી કરવા જેવા ગુના નોંધાયેલા છે.
નોંધનીય છે કે સુરતની મીંડી ગેંગ ઉપર બે હત્યાના આરોપી ફઈમ સુકરીએ ફાયરિંગ કર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ ફાયરિંગમાં 4 જેટલા રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા જેમાં આરીફ મીંડીના જમાઈ હાજી પુનાવાલાનું મૃત્યુ થયું હતું. હાલ આ સમગ્ર ઘટનાની તપાસ સુરતની લાલગેટ પોલીસ કરી રહી છે.