Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

સુરતની શાળાએ સ્પેશ્યિલ એજ્યુકેશન આપી બાળકોને ભણાવ્યા

એક વિદ્યાર્થીએ ૧ શિક્ષક મૂકવામાં આવ્યા

સુરત,તા.૨૫

હાલમાં કોરોના કાળ વચ્ચે ઓનલાઇન એજ્યુકેશનથી વિદ્યાર્થીઓમાં ગેમ્સ, સોશિયલ મીડિયા અને મોબાઇલનું વળગણ દેખાવાની સાથે ચીડિયાપણું અને એકલતાપણું પણ દેખાયું છે. જેથી સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે શિક્ષણમંત્રીને પત્ર લખી આગામી ૧ ફેબ્રુઆરીથી ફરીથી ધોરણ-૧થી ૯માં ઓફલાઇન એજ્યુકેશન શરૂ કરવાની માંગ કરી છે. પ્રવક્તા ડો. દીપક રાજ્યગુરૂ કહે છે કે, કોરોનાની ત્રીજી લહેર કાબૂમાં છે. સૌથી વધારે કેસ જ્યાં હતા એ મહારાષ્ટ્ર સરકારે પણ ૨૪ જાન્યુઆરીથી સ્કૂલોમાં ઓફલાઇન એજ્યુકેશન શરૂ કરી દીધું છે તો પછી ગુજરાતમાં જ્યાં કોઇ ગંભીર સ્થિતિ જ નથી ત્યાં સ્કૂલ પૂર્વવત કરી દેવી જાેઇએ. રાજ્યની મોટા ભાગની સ્કૂલોમાં ૯૪ ટકા બાળકોને રસી અપાઇ ગઈ છે. બાળકોને ઓનલાઇન એજ્યુકેશનમાં સમજણ નહીં પડતા વશિષ્ઠ વિદ્યાલયે બે વિદ્યાર્થીઓ સામે એક શિક્ષક મૂકવાની ફરજ પડી છે. સ્કૂલના ચેરમેન રમણિક ડાવરિયા તેમજ ડિરેક્ટર વિજય અને રવિ ડાવરિયાએ કહ્યું હતું કે, નાના બાળકોને પ્રેમ, હૂંફ કે સહકાર જેવો માહોલ નહીં મળતાં તેઓ પ્રગતી સાધી શકતા નથી અને પોતાને ઠોઠ તથા નબળા સમજતા જાય છે. ઉપરાંત તેઓ જાહેરમાં બોલી શકતા નથી કે અન્ય વિદ્યાર્થીઓ સાથે ભળી શકતા નથી.

હાલમાં ઓનલાઇન એજ્યુકેશનથી બાળકોને અનેક સમસ્યા આવી રહી છે. જેથી બાળકોના હિતને ધ્યાને રાખીને જુનિયર કે.જી.થી ધોરણ-૮ના બાળકોને સ્પેશ્યિલ એજ્યુકેશન અપાઈ રહ્યું છે, જેમાં બાળકોને ભાવનાત્મક સ્પર્શ પણ મળી રહે તે માટે એક શિક્ષક-એક બાળક તેમજ એક શિક્ષક-બે બાળક એ પદ્ધત્તિથી અભ્યાસ કરાવાઈ રહ્યો છે. આ સ્કૂલમાં કુલ ૮૫ બાળકો ઓનલાઇન એજ્યુકેશન લઈ રહ્યા છે, જેમને માટે સ્કૂલે ૮૫ શિક્ષકો ફાળવ્યા છે, જેઓ પ્રત્યેક વિદ્યાર્થીના અઠવાડિયાના ૬ લેક્ચર લઈને બાળકોનું વાચન, ગણન અને લેખનની સ્કિલ પણ ડેવલોપ કરી રહ્યા છે. તમામ શિક્ષકો અઠવાડિયાના ૪૦૦થી વધુ લેક્ચર લઈ રહ્યા છે. અડાજણની સેવન સ્ટેપ્સ સ્કૂલના શિક્ષકો જે તે ટોપિકને લગતા પોસ્ટરો પહેરીને વિદ્યાર્થીઓને ભણાવે છે. એટલું જ નહીં, વીડિયોના બેક ગ્રાઉન્ડમાં કાર્ટૂનના ચિત્રો પણ હોય છે, જેથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ પડે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *