સર્વ ધર્મ તિરંગા યાત્રા : બારડોલીમાં 15મી ઓગસ્ટ સર્વધર્મ તિરંગા યાત્રાનું આયોજન
સર્વ ધર્મ તિરંગા યાત્રા : યાત્રામાં 5 હજારથી વધુ લોકો પારંપરિક પહેરવેશ સાથે જોડાશે દેશ પ્રેમની લાગણી દર્શાવશે હિન્દૂ-મુસ્લિમ ભાઈઓ
ભારત દેશમાં કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે તે માટે ગુજરાત સહીત સુરત જિલ્લામાં પણ હિન્દૂ મુસ્લિમ ભાઈઓ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કોમી એકતા સાથે કાઢવામાં આવી રહ્યું છે. જ્યાં સુરત શહેરમાં શુક્રવારની પવિત્ર નમાજ પછી હજારોની જનમેદની વચ્ચે મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય તિરંગા સન્માન યાત્રા કાઢવામાં આવી હતી. તો મુસ્લિમ અશફાકઉલ્લાહખાન ઉર્દૂ પ્રા.શાળા દ્વારા હર ઘર તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેવીજ રીતે સુરત જિલ્લાના બારડોલી ખાતે પણ સર્વ ધર્મ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
સમગ્ર ભારત દેશ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આઝાદી કે અમૃત મહોત્સવ મનાવી રહ્યું છે ત્યારે અનેક સામાજિક સંસ્થા અને શાળા કોલેજો સહીત મોટી મોટી કંપની દ્વારા તિરંગા લગાવી ઘર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે જ્યાં તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ તિરંગા યાત્રા કાઢી દરેક પોતાની દેશ પ્રેમની લાગણીઓ દર્શાવી રહ્યું છે. ત્યારે આજ દેશ પ્રેમની ભાવના સાથે આવનાર 15મી ઓગસ્ટના રોજ સુરત જિલ્લાના બારડોલી ખાતે દેશ પ્રેમની લાગણી સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આઝાદીના 75 વર્ષની ઉજવણી સમગ્ર દેશમાં ધામધૂમથી કરવામાં આવી રહી છે. ત્યારે આવનાર 15મી ઓગસ્ટની ઉજવણી અવનવી રીતે ઠેર ઠેર કરવામાં આવશે. જ્યાં સરદાર નગરી તરીકે ઓળખાતી બારડોલી ખાતે સુરત જિલ્લા પોલીસ દ્વારા સર્વ ધર્મ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. બારડોલીની બી.એ.બી.એસ હાઈસ્કૂલ ખાતેથી 11 વાગ્યે યાત્રાનું પ્રસ્થાન થશે જે યાત્રામાં તમામ જ્ઞાતિ અને ધર્મનાં 5 હજારથી વધુ લોકો જોડાનાર છે. તિરંગા યાત્રા બારડોલીના મુખ્યમાર્ગ પરથી પસાર થશે. જે યાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામા આવશે અને આ તિરંગા યાત્રા ઐતિહાસિક સ્વરાજ આશ્રમ ખાતે પહોંચશે જ્યાં યાત્રાનું સમાપન કરવામાં આવશે..