સફળતાની ગુરુચાવી ખરેખર શું છે જેનાથી જીવનમાં ખૂબ જ સારી એવી વેલ્યુ બનાવી શકાય???
સફળતાની ગુરુચાવી ખરેખર શું છે આ જીવનમાં ??
આપણે જીવનમાં ઘણીવાર ઘણા અલગ અલગ લોકો પાસેથી સફળતા વિશે વાત સાંભળતા હશું પરંતુ ખરેખર આપણે બધું કરતાં હોઈએ છીએ છતાં આપણને સફળતા પ્રાપ્ત થતી નથી પરંતુ આજે હું તમને જણાવીશ સફળતા માટેની ગુરુ ચાવી ખરેખર શું છે ?
ઘણીવાર આપણે પોતાની સફળતાને બીજાનાં માપદંડથી આંકતા હોઈએ છીએ પરંતુ આ વાત સાવ ખોટી છે આ વાતને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ .
“એક કૂવામાં ઘણાબધા દેડકાઓ રેહતા હતા તેઓ રોજ વાત કરતા કે આ કૂવાની બાર શું હશે તેઓ મનમાં જ વિચારી લેતા કે આપણે કૂવામાંના જ દેડકા છીએ આપણાંથી કૂવો ચડી ના શકાય તેવામાં એક દેડકો કુવો ઓળંગી જાય છે. શું કામ ? કેમ કે, તે દેડકો બહેરો હતો. માટે જો તમારે જીવનમાં સફળ થવું હોય તો સમાજના માટે તમારા કાન બંધ કરી દો સમાજને, લોકોને જે કહેવું હોય તે કહે ફક્ત તમારું ધ્યાન પોતાના કર્મ ઉપર અને સંપૂર્ણ નિષ્ઠાવાન ધર્મ ઉપર રાખો લોકોને જે કહેવું હોય તે લોકોનું કામ છે ફક્ત કહેવાનું તેઓ માત્ર સલાહ આપી શકે છે સહકાર નહિ.
સફળતાની ગુરુચાવી છે ” સમાજના માટે કાન બંધ કરી દયો “