સુરતના કાપોદ્રા વિસ્તારમાં ક્રિકેટ સટ્ટો ઝડપાયો : ઇન્ટનેટ ગૂગલ બ્રાવઝરથી સટ્ટો રમાતો હતો
અલગ અલગ ગ્રાહકો પાસેથી નાણાં મેળવી આઈડી મારફતે રમતા હતા સટ્ટો
સટ્ટા બેટિંગનો જુગાર રમતા બે ઇસમને પોલીસે પકડી પાડ્યા પકડાયેલ આરોપી હિરેન કરકર અને લલિત ગોલાણીની કરવામાં આવી ધરપકડ
ક્રીકેટ સહિતની વિવિધ રમતો તેમજ પત્તાના વિવિધ જુગાર ઉપર મોબાઈલ ફોનમાં ઓનલાઈન સટ્ટો રમતા તેમજ રમાડતા બે લોકોને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી ૧.૧૦ લાખની મત્તા કબજે કરી છે જયારે એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે.
કાપોદ્રા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમીના આધારે કાપોદ્રા રચના સર્કલ પાસેથી હિરેન રવજીભાઈ કરકર અને લલિતભાઈ દેવજી ભાઈ ગોલાણીને ઝડપી પાડ્યા હતા. આ બંને લોકો કાનો સુદામા નામના ઇસમ પાસેથી માસ્ટર આઈડી મેળવી તેમજ અલગ અલગ ગ્રાહકો પાસેથી નાણા મેળવી આઈ પાસવર્ડ બનાવી આપી ઓનલાઈન અલગ અલગ રમતો પર સટ્ટો રમતા અને રમાડતા હતા. પોલીસે તેઓની પાસેથી રોકડા રૂપિયા ૩૦,૩૦૦ ૪ મોબાઈલ મળી કુલ ૧.૧૦ લાખની મત્તા કબજે કરી હતી.
પોલીસે આ ઘટનામાં કાનો સુદામા નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે. વધુમાં ઝડપાયેલા હિરેન રવજીભાઈ કરકર બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે જયારે લલિત દેવજીભાઈ ગોલાણી સોપારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. કાપોદ્રા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.