સંવિધાન બચાવો…રાષ્ટ્રવ્યાપી આંદોલન કરવા ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાએ કરી વિનંતી
સંવિધાન બચાવો….. રાષ્ટ્રવ્યાપી આંદોલન
નવી દિલ્હી, રાજઘાટ ગાંધી સમાધિ સ્થળથી ગાંધી અન્શનની શરૂઆત કરવા વિનંતી
અમદાવાદ,તા.૧૮
ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા જણાવે છે કે, શ્રીમતી સોનિયા ગાંધી સહિત ૧૩ મુખ્ય વિપક્ષના નેતાઓએ દેશના વિવિધ રાજ્યોમાં નફરત અને દ્વેષભાવની ભાષાના કારણે દેશમાં કોમવાદી હિંસાની ઘટનાઓ બની રહી છે તે પ્રતિ ચિંતા વ્યક્ત કરતા દેશના બંધારણની રક્ષા માટે અને સર્વ ધર્મ સમભાવ અને દેશમાં કોમી એકતા અને ભાઈચારાનો માહોલ જળવાઈ રહે તે માટે એક સંયુક્ત નિવેદન જારી કર્યું છે એ ખૂબ જ સરાહનીય છે અને તે બદલ અમો શ્રીમતી સોનીયા ગાંધીજી સહિત તમામ ૧૩ પક્ષોના મુખ્ય નેતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.
આગળ ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા જણાવે છે કે, અમો આપના સહિત તમામ મુખ્ય ૧૩ વિરોધ પક્ષના નેતાઓ દ્વારા દેશના તમામ રાજ્યોમાં આંદોલન કરવામાં આવે એવી હૃદયપૂર્વક વિનંતી કરીએ છીએ કે દેશમાં નફરતનો જે માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે તેના ઉપર અંકુશ લાદવા વર્તમાન સમયની તાતી જરુરિયાત છે કે દેશમાં સંવિધાન બચાવવા રાષ્ટ્રવ્યાપી આંદોલનની શરુઆત રાજઘાટ ગાંધી સમાધિ ખાતે ગાંધી અન્શન દ્વારા કરવામાં આવે તેવી વિનંતી.
તમામ મુખ્ય ૧૩ વિરોધ પક્ષના નેતાઓને ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાએ ટવીટ અને ઈમેલ દ્વારા વિનંતી કરેલ છે.
૧) શ્રીમતી સોનિયા ગાંધી, પ્રેસીડેન્ટ, ઈન્ડીયન નેશનલ કોંગ્રેસ
૨) શ્રી શરદ પવાર, પ્રેસીડેન્ડ, નેશનલીસ્ટ કોંગ્રેસ પાર્ટી
૩) શ્રીમતી મમતા બેનરજી, મુખ્યમંત્રી, પશ્ચિમબંગાળ અને ચેરપર્સન તૃણમુલ કોંગ્રેસ
૪) શ્રી એમ.કે. સ્ટાલિન, મુખ્યમંત્રી, તામિલનાડુ અને પ્રેસીડેન્ટ, (ડીએમકે)
૫) શ્રી સીતારામ યેચુરી, જનરલ સેક્રેટરી, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડીયા (માર્કસીસ્ટ)
૬) શ્રી હેમંત સોરેન, મુખ્યમંત્રી, ઝારખંડ અને એક્ઝીક્યુટીવ પ્રેસીડેન્ટ, ઝારખંડ મુક્તિ મોરચા
૭) ડા. ફારૂક અબ્દુલ્લા, જમ્મુ એન્ડ કાશ્મીર, પ્રેસીડેન્ટ, નેશનલ કોન્ફરન્સ
૮) શ્રી તેજસ્વી યાદવ, વિપક્ષ નેતા, બિહાર વિધાનસભા (આરજેડી)
૯) શ્રી ડી. રાજા, જનરલ સેક્રેટરી, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા
૧૦) શ્રી દેબારત્ના બિસ્વાસ, જનરલ સેક્રેટરી, ઓલ ઈન્ડીયા ફોરવર્ડ બ્લોક
૧૧) શ્રી મનોજ ભટ્ટાચાર્ય, જનરલ સેક્રેટરી, રેવોલ્યુશનરી સોશ્યાલીસ્ટ પાર્ટી
૧૨) શ્રી પી.કે. કુન્હાલીકુટ્ટી, જનરલ સેક્રેટરી, આઈયુએમએલ
૧૩) શ્રી દિપાંકર ભટ્ટાચાર્ચ, જનરલ સેક્રેટરી, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફઈન્ડીયા (એમએલ), લીબ્રેશન