શું તમે જાણો છો તમારા “આધાર” પર કેટલા સિમ કાર્ડ એક્ટિવેટ છે? ગણતરીની મિનિટમાં આવી રીતે શોધો
બેંકનું કોઈ કામ હોય કે કોઈ સરકારી યોજનાનો લાભ લેવાનો હોય, આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. આ જ કારણ છે કે આધારનો ઉપયોગ પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. પરંતુ આધાર કાર્ડને લઈ થનારા ફ્રોડના કેસોમાં પણ વધારો થયો છે. એટલા માટે આપણે આધારની માહિતી શેર કરતી વખતે ખૂબ કાળજી રાખવી જોઈએ. કારણ કે તમારી એક નાની ભૂલ પણ તમને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે.
આધાર કાર્ડથી કેટલા મોબાઈલ સિમ કનેક્ટેડ?
જેમ તમે જાણો છો કે હવે મોબાઈલ સિમ ખરીદવા માટે આધાર કાર્ડની કોપી આપવી ફરજિયાત બની ગઈ છે. આવી સ્થિતિમાં કોઈના પણ આધાર પરના સિમનો ખોટી રીતે ઉપયોગ કરીને છેતરપિંડી જેવા કિસ્સાઓ પણ સતત વધી રહ્યા છે. હકીકતમાં ગુનેગારો કોઈ બીજાના આધાર કાર્ડ પર સિમ ખરીદે છે અને તેનો ઉપયોગ આર્થિક અને અન્ય પ્રકારના ગુનાઓ કરવા માટે કરે છે. એટલા માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે કે આપણે સમયાંતરે તપાસ કરતા રહેવા જોઈએ કે આપણા આધાર પર કોઈ અન્ય વ્યક્તિએ કોઈ સિમ લીધું છે કે નહીં. તમારા આધાર કાર્ડ સાથે કેટલા મોબાઈલ સિમ લીધેલા છે તે શોધવું ખૂબ જ સરળ છે. જો તમે સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો તો આ તમારા માટે મિનિટોની ગેમ છે.
આધારથી લિંક મોબાઈલ સિમને કેવી રીતે શોધી શકાય?
હકીકતમાં તમારા આધાર નંબર પર કેટલા મોબાઈલ સિમ એક્ટિવેટ છે તે જાણવા માટે સરકારે એક પોર્ટલ બનાવ્યું છે. સરકારે આ પોર્ટલને ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન (TAFCOP) નામ આપ્યું છે. આ પોર્ટલ દ્વારા કોઈપણ યુઝર્સ પોતાનો આધાર નંબર દાખલ કરીને તેની સાથે લિંક મોબાઈલ સિમ શોધી શકે છે.