હઝરત શાહ અબ્દુલ્લાહ હુસેની (ર.હ.) અમદાવાદ શહેરના ઉચ્ચકોટીના વલી શાહ વજીહોદ્દીન અલવી હુસેની(રહ)ના પુત્ર હતા. આપનો જન્મ 930 હીજરીમાં થયો હતો આપ શાહ વજીહોદ્દીન અલવી (ર.હ) આપના પિતાથી બૈત પામ્યા હતા. શાહ અબ્દુલ્લાહ હુસેની હઝરતા શાહ વજીહોદ્દીન અલવી (ર.હ)ના વફાત પછી સજ્જાદા નશીનના પદે નિયુક્ત થયા હતા. તેમણે ખાનકાહ અને દારૂલ ઉલુમનું કામ સ્વીકાર્યું હતુ. શાહ અબ્દુલ્લાહ હુસેની (ર.હ.)સીરત અને સુરતમાં પોતાના પિતા શાહ વજીહોદ્દીન અલવી હુસેની(રહ) જેવા જ લાગતા હતા. આપની ગણના ઉચ્ચકોટીના જ્ઞાનીઓમાં કરવામાં આવે છે. તજકેરતુલ ઓલીયા નામના પુસ્તકમાં વર્ણન છે કે દુર્વેશી અને રીયાઝત આપે ઉચ્ચ દરજા સુધી પહોંચાડી હતી.
બાદશાહ જહાંગીર શાહ અબ્દુલ્લાહ હુસેની (ર.હ.) આપથી ખાસ અકીદત રાખતા હતા. ગુજરાતના ઉમરાવ મુર્તુઝા ખાન શેખ ફરીદ મારફતે બાદશાહ જહાંગીરે હઝરત પાસેથી વિર્દ વઝાઇફ લખાવીને મંગાવ્યાં હતા. જે મરણ પર્યત સુધી જહાંગીરે પઢવાનું ચાલું રાખ્યા હતા. હિજરી 1027ની 7મી મેના રોજ આપની વફાત થઇ આપ ખાનપુર વિસ્તારમાં હઝરત શાહ વજીહોદ્દીન અલવી હુસેની(રહ)ના મકબરમાં મદફૂન થયા આજે પણ લોકો તેમના મજાર પર આવીને દુઆ કરે છે.