Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

‘વેપારી ચોર નથી સાહેબ, જે પેતાની દુકાનમાંથી ચોરોની જેમ માલ કાઢીને વેચે છે : સુરતમાં લાગ્યા પોસ્ટર

સુરત,તા.૧૭
કોરોના વાયરસ ફેલાતો અટકે તે માટે હાલ રાજ્યના ૩૬ શહેરોમાં રાત્રિ કફ્ર્યૂ સહિતના કડક નિયંત્રણો અમલી છે. જેને લઈ અનેક લોકોના ધંધા રોજગાર બંધ થઈ ગયા છે. આ દરમિયાન સુરતમાં વેપારીઓ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે.
સુરતમાં અલગ-અલગ બેનરો રાખીને દુકાનદારોએ વિરોધ કર્યો છે. જેમાં લખવામાં આવ્યું છે “વેપારી ચોર નથી સાહેબ, જે પોતાની દુકાનમાંથી ચોરોની જેમ માલ કાઢીને વેચે છે. ભૂખ, દેવુ, હપ્તા, જવાબદારી, વ્યાજ, બિલ, ટેક્સ, પગાર, બિમારીની બીક, ઘર ખર્ચ એમને એમ કરવા માટે મજબૂર કરે છે. સરકાર એકવાર એક મહિના માટે પગાર, ભથ્થા, પેન્શન રોકીને જુએ. આખા દેશને ખબર પડી જશે કે બેરોજગારી શું છે.”
આ ઉપરાંત બેનરમાં અમને અમારી હાલત પર છોડી દો, અમારે આત્મ ર્નિભર બનવું છે તેમ પણ લખ્યું હતું. મીની લોકડાઉનના કારણે એક મહિના જેટલા સમયથી દુકાનો બંધ છે ત્યારે વેપારીઓની હાલત કફોડી બનતાં તેમણે બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરીને સરકાર દુકાન ખોલવા માટે પરમીશન આપે તેવી માંગ કરી હતી.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *