વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ ભારત, ઘઉં અને ચોખા કરતા પણ વધુ ઉત્પાદન થાય છે, જાણો કેટલું ઉત્પાદન થાય છે
આપણા દેશમાં વર્ષે 8.5 લાખ કરોડનું ઉત્પાદન થાય છે. ગામડામાં ઇકોનોમિક્સ સિસ્ટમનો અદ્ભુત નમૂનો છે : વડાપ્રધાન
બનાસકાંઠા,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે અને તેમાં પણ ખાસ કરીને બનાસકાંઠાની અંદર તેમણે પહોંચી દૂધ ઉત્પાદનને લઈને મહત્વની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ ભારત, ઘઉં અને ચોખા કરતા પણ વધુ દૂધ ઉત્પાદન થાય છે. તેવી વાત બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોના ઉદઘાટન નિમિત્તે તેમણે કહી હતી.
વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, આજે વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશ ભારત છે. એક વર્ષમાં લગભગ ઘણીવાર આંકડા જોઈને અને અંદર ધ્યાન નથી આપતા. આપણા દેશમાં વર્ષે 8.5 લાખ કરોડનું ઉત્પાદન થાય છે. ગામડામાં ઇકોનોમિક્સ સિસ્ટમનો અદ્ભુત નમૂનો છે. જેની સામે ઘઉં અને ચોખાનું ઉત્પાદન ઉપર સાડા આઠ લાખ કરોડ નથી થતું અને એના કરતાં વધુ દૂધનો છે.
ડેરી સેક્ટરનો સૌથી મોટો લાભ નાના ખેડૂતને મળે છે. બે વીઘા ત્રણ વીઘા પાંચ વીઘા જમીન હોય અને વરસાદનું નામોનિશાન ના હોય તો પાણીનો અભાવ હોય ત્યારે અમારા ખેડૂતભાઈઓ, દીકરાઓ માટે જીવનના કઠિન બનતું જાય ત્યારે પશુપાલન કરીને પરિવારનું પેટ ભરતા હોય છે.
ડેરીએ નાના ખેડૂતોની ચિંતા કરી છે. નાના ખેડૂતોની મોટી ચિંતા એ સંસ્કાર લઈને હું દિલ્હી ગયો અને દિલ્હીમાં પણ આખા દેશના નાના કિસાનોની નાના નાના ખેડૂતોની મોટી મોટી જવાબદારીઓ સાથે લેવાનું કામ કરી રહ્યા છીએ.