ગૌતમ અદાણીની કુલ નેટ વર્થ 123.1 અરબ ડૉલર આંકવામાં આવી
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી વિશ્વના સૌથી અમીર લોકોની ફોર્બ્સની યાદીમાં પાંચમા સ્થાન પર પહોચી ગયા છે. અદાણીની કુલ નેટ વર્થ 123.1 અરબ ડૉલર આંકવામાં આવી છે. અદાણીએ વોરેન બફેટને પાછળ છોડતા આ સ્થાન મેળવ્યુ છે. હવે બફેટ 121.7 અબજ ડૉલરની કુલ નેટવર્થ સાથે છઠ્ઠા નંબર પર આવી ગયા છે.
ટોપ 10માં બે ભારતીય
વિશ્વના સૌથી અમીર લોકોની ફોર્બ્સની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી આઠમા સ્થાન પર છે. આ રીતે વિશ્વના 10 સૌથી રઇસ લોકોમાં બે ભારતીય છે. અંબાણીની કુલ નેટ વર્થ 103.70 અજબ ડોલર આંકવામાં આવી છે.
એલન મસ્ક ટોપ પર
ટેસ્લા અને સ્પેસ એક્સના ચેરમેન એલન મસ્ક આ યાદીમાં પ્રથમ સ્થાન પર છે, તેમની કુલ નેટવર્થ 269.70 અબજ ડોલર આંકવામાં આવી છે. જેફ બેજોસ 170.2 અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે બીજા સ્થાન પર છે. ફ્રાંસના બર્નાર્ડ અર્નાલ્ટ અને તેમના પરિવારની કુલ સંપત્તિ 166.8 અબજ ડોલર આંકવામાં આવી છે અને આ યાદીમાં ત્રીજા સ્થાન પર છે.
બિલ ગેટ્સ ચોથા સ્થાન પર
વિશ્વના સૌથી રઇસ લોકોની ફોર્બ્સની યાદીમાં બિલ ગેટ્સ ચોથા સ્થાન પર છે, તેમની કુલ સંપત્તિ 130.2 અબજ ડોલર આંકવામાં આવી છે. આ યાદીમાં લેરી એલિસન સાતમા સ્થાન પર છે, તેમની કુલ નેટવર્થ 107.6 અબજ ડોલર આંકવામાં આવી છે.
લેરી પેજની કુલ સંપત્તિ 102. 4 અબજ ડોલર આંકવામાં આવી છે અને આ યાદીમાં નવમા સ્થાન પર છે. સર્ગેઇ બ્રિન 98.5 અબજ ડોલરની કુલ નેટવર્થ સાથે 10માં સ્થાન પર છે.