લોકોને જાગૃત કરવા સાથે તમારી ટેલેન્ટ દેખાડવાનો અને 2 લાખ રુપિયાનું ઈનામ જીતવાનો મોકો
નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દ્વારા જો તમારામાં પણ ટેલેન્ટ હોય તો એક તક મળી રહી છે જેમાં તે ઘરે બેઠાં બેઠાં 2 લાખ રૂપિયા જીતી શકો છો. આ ઇનામની રકમ જીતવા માટે તમારે એક સ્પર્ધામાં ભાગ લેવો પડશે. હકિકતમાં વાત કંઈક એવી છે કે સરકારે તમાકુના દુષ્પ્રભાવો વિશે લોકોને જાગૃત કરવા આ હરીફાઈનું આયોજન કર્યું છે. આ પહેલીવાર નથી સરકાર જુદા જુદા સમયે જુદા જુદા વિષય સાથે આવી સ્પર્ધાઓનું આયોજન કરતી રહે છે.
જાણો કેવી રીતે તમે જીતી શકો છો 2 લાખ રૂપિયા
સરકારે તેમના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને આ માહિતી આપી છે. 2 લાખની ઇનામ રકમ જીતવા માટે તમારે બે હરીફાઈમાં ભાગ લેવો પડશે. ચાલો આપણે તેમના વિશે બધું જ જાણીએ.

શોર્ટ ફિલ્મ બનાવવી પડશે
જો તમને ટૂંકી ફિલ્મો બનાવવાનો શોખ છે, તો પછી તમે તમાકુના દુષ્પ્રભાવો અંગે વર્લ્ડ નો-તમાકુ ડે 2021 પર બનાવી શકો છો. આ ટૂંકી ફિલ્મ ઓછામાં ઓછી 30 સેકંડ અને મહત્તમ 60 સેકંડની હોવી જોઈએ.
આ લોકો સ્પર્ધામાં ભાગ લઈ શકે છે
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના કર્મચારીઓ અને તેમના સંબંધીઓ સિવાય 18 વર્ષથી વધુ ઉંમરના / ભારતીય નાગરિકો (31 મે, 2003 ના રોજ અથવા તે પહેલાં જન્મેલા) આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે.
વિશ્વ તમાકુ નિષેધ દિવસ
દર વર્ષે 31 મે ના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવે છે.આ વર્ષનો વિષય “સાદા પેકેજીંગ માટે તૈયાર થઈ જાઓ” છે. તમાકુના સાદા પેકેજીંગનો ઉપયોગ કરવા પાછળનો ઉદ્દેશ તેના ઉત્પાદનોના આકર્ષણને ઓછું કરવાની સાથે સાથે ભ્રામક પેકેજીંગ અને લેબલિંગ પર પ્રતિબંધ કરવાનું છે. આ પણ તમાકુની જાહેરાત અને તેના પ્રચારનો નાશ કરવા માટે મદદ થશે. તે ઉપરાંત, સ્વાસ્થ્ય ચેતવણીનું ગ્રાફિક્સ પણ સાદા કાગળોના પેકેજીંગનો ઉપયોગ કરવામાં આવશે.
આ દિવસનો ઉદેશ્ય તમાકુના દુષ્પરિણામો અને પ્રભાવોથી લોકોમાં જાગરૂકતા લાવવા માટે અને વ્યક્તિઓને તેની ખરાબ આદતોની ગંભીરતા અંગે પ્રોત્સાહન આપવાનું છે. તમાકુ સાથે જોડાયેલા સ્વાસ્થ જોખમોની લોકોને જાણ છે. તેમ છતાં યુવાનો બહોળા પ્રમાણમાં તમાકુનો ઉપયોગ પોતાના સાથીઓ સાથે દબાણના લીધે કે બહારી જીજ્ઞાસાના કારણે સેવન કરતા જોવા મળે છે. તમાકુનું સિગારેટ, બીડી, ગુટખા અને હુક્કા જેવા ઘણા બધા સ્વરૂપોમાં સેવન કરવામાં આવે છે. તમાકુમાં નિકોટીન નામનો એક અત્યંત નશાવાળો પદાર્થ હોય છે. નિકોટીન થોડા સમય માટે ખુબ આનંદ આપે છે પરંતુ લાંબા સમયે તે તમારાં હદય, ફેફસાં, પેટ અને સાથે સાથે તમારાં જ્ઞાનતંતુઓને અસર કરે છે. એક સમયના અંતરે, વ્યક્તિને શારીરિક અને ભાવનાત્મક રૂપે નિકોટીનનું વ્યસન થઇ જાય છે અને તેના કારણે ઘણી બધી સ્વાસ્થ્યની ગંભીર અસર ઘેરી વળે છે.
તમાકુની ખરાબ અસરો :
ઉધરસ સાથે ગળામાં બળતરાની શરૂઆત થવી, શ્વાસમાંથી ગંધ આવવી અને કપડાંમાંથી ગંધ આવવી, ચામડી કરચલીવાળી થવી, દાંત પીળાં થઈ જવા.
ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે :
હદયની બિમારી, શ્વાસનળીમાં સોજો આવવો, ન્યુમોનિયા, આંચકા આવવાં.
કેન્સરના ઘણાં બધા પ્રકારો
જો તમે ધુમ્રપાન કરતાં નથી તેમ છતાં તેના સંપર્કના કારણે ઘણાં બધા પ્રકારના કેન્સરનો ભોગ બની શકો છો. જેમ કે ફેફસાં, ગળું, પેટ, મૂત્રાશયનું કેન્સર આ સ્થિતિને નિષ્ક્રિય ધુમ્રપાન કહેવાય છે. નિષ્ક્રિય ધુમ્રપાનમાં ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉદભવે છે.આમ, તે સક્રિય ધુમ્રપાનના સ્વરૂપ જેટલું સમાન હાનિકારક છે.
તમાકું છોડવાના ઉપાયો
તમાકું છોડવી ખુબ જ મુશ્કેલ બાબત છે. તેમાં નિકોટીન એક મજબુત ઝેરી વ્યસન છે. તેમ છતાં પણ તમે યોગ્ય ઉપચારો સાથે અને અભિગમપૂર્વક વળગીને આ વ્યસનને છોડાવવા માટે ધૈર્યની સાથે સાથે ઈચ્છાશક્તિ પણ રાખવી જોઈએ. તે એક દિવસમાં બંધ થતું નથી.પણ અનેક દિવસોના અંતે થાય છે. જો તમે તમાકું છોડવા માંગો છો, પરંતુ આ આદત કેમ છોડવી ? તે બાબતથી મુંઝવણ અનુભવતા હો તો સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW)ના એમ-સેશન કાર્યક્રમમાં જોડાવ.
ઇનામની રકમ
પ્રથમ ઇનામ: 2,00,000 / –
બીજું ઇનામ: 1,50,000 / –
ત્રીજું ઇનામ: 1,00,000 / –
આશ્વાસન ઇનામ: 10 વ્યક્તિઓને 10,000 આપવામાં આવશે.
વધુ વિગતો માટે લિંક પર ક્લિક કરો
https://www.mygov.in/task/short-film-making-contest