Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

વાહ ! લીંબુની સુરક્ષા માટે ખેડૂતે રાખ્યા ચોકીદાર , તો પણ ચોરો ૮ મણ લીંબુ ચોરી ગયા !

કામરેજ,

હાલ લીંબુના ભાવની બોલબાલા છે. લીંબુના ભાવ પર સૌની નજર રહે છે. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ લીંબુના ભાવ આસમાને પહોંચતાં સામાન્યમાં સામાન્ય માણસને પણ જેની અસર થઈ છે. લીંબુ પકવતાં ખેડૂતોના ચહેરા ચમકી ઉઠ્યા છે. તેની સાથે સાથે તેમણે લીંબુની સુરક્ષા પણ વધારવી પડી છે. કામરેજના કઠોર ગામે 6.5 વીઘામાં કરેલ લીંબુની વાડીમાંથી 140 કિલો જેટલા લીબુની ચોરી થઈ છે. લીંબુના ભાવ આસમાને પહોંચતાં તસ્કરો લીંબુ તરફ વળ્યા હોય તેમ લાગે છે.

ઉનાળાની શરૂઆત થતાની સાથે જ લીંબુની માંગ વધી જાય છે. આ વર્ષે નવેમ્બર માસમાં થયેલા માવઠાને કારણે લીંબુંના પાકને માઠી અસર પહોંચી છે. લીંબુનો ઉતાર ઓછો આવતાં માર્કેટમાં માંગ સામે જથ્થો પૂરતો ન પહોંચતાં લીબુનો ભાવ આસમાને પહોંચ્યા છે. લીંબુના ભાવ 400 રૂપિયે કિલો સુધી પહોંચી ગયો હતાં. જેની અસર ગૃહિણીના બજેટ પર પહોંચી હતી. લીંબુના ભાવની અસર સામાન્ય માણસને નડી રહી હતી. જ્યારે બીજી તરફ લીંબુ પકવતા ખેડૂતોને અત્યાર સુધીમાં સૌથી વધુ ભાવો મળ્યા હોવાની ખુશી હતી. પરંતુ સાથે સાથે ખેડૂતોએ લીંબુની સુરક્ષા પણ વધારવા પડી છે.

કામરેજ તાલુકાના કઠોર ગામે જયેશભાઈ પટેલે 6.5 વીંઘામાં 1450 લીંબુના ઝાડ ઉછેળ્યા છે. એક ઉતારમાં 250 મણ લીંબુનો ઉતાર આવી રહ્યો હતો. જેથી ખેડૂતને આર્થિક ફાયદો થયો હતો. સાથે સાથે ખેડૂતે લીંબુની સુરક્ષા પણ વધારવી પડી હતી. પરંતુ તસ્કરો ખેડૂતને માત આપી ગયા હતાં. બે-ત્રણ દિવસ અગાઉ ખેડૂતે ખેતરમાં તૈયાર થયેલા લીંબુને ઉતારી તેને અલગ અલગ કરી ખેતરમાં મુક્યા હતાં. રાત્રીના સમયે તસ્કરો 120થી 140 કિલો લીંબુની ચોરી કરી ગયા હતાં. જે અંગે બીજા દિવસે સવારે જથ્થો વિખેરાયેલો જોવા મળતાં ચોરી થયાનો અંદાજ આવ્યો હતો. કામરેજ તાલુકાના કઠોર ગામે ખેડૂતે લીંબુની ખેતી કરી રહી છે. લીંબુના ઉતાર બાદ તેનું એસોટિંગ કરી છુટા કર્યા હતા. તે પૈકી એક નંબરના લીંબુના ઢગલામાંથી રાત્રીના સમયે તસ્કરો 6થી 7 મણ લીંબુની ચોરી કરી ગયા હતા. જે અંગેની જાણ સવારે થઈ હતી. રાત્રીના સમયે ખેતરમાં માણસો હાજર હતાં છતાં તસ્કરો રાત્રીના સમયે આવીને 6થી 7 મણ લીંબુની ચોરી કરી ગયા હતાં. લીંબુના ભાવ વધારે હોવાને કારણે ખેતરની રખેવાળી માટે વધુ માણસો રાખ્યા હતા.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *