વાલીઓ સાવધાન : રાજકોટમાં “ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર”ની સમસ્યાથી પીડાતા બાળકોની સંખ્યા 5, ગોંડલના 6, જેતપુરના 8 સહિત 35 બાળકોમાં લક્ષણો દેખાયા
પ્રવર્તમાન સમયે આધુનિક જીવનશૈલી વચ્ચે બાળકોમાં વર્તન (બિહેવિયર) સંલગ્ન ઓટિઝમ ડિસીઝનું પ્રમાણ વધી રહ્યું છે, વૈશ્વિક સ્તરે આવા ચોંકાવનારા તારણો વચ્ચે રાજકોટ જિલ્લાના આરોગ્ય વિભાગે ઘરે ઘરે જઇને નાના ભૂલકાંઓનું પ્રશ્નોત્તરી બેઝ સ્ક્રીનિંગ કરવાનું અભિયાન શરૂ કર્યું છે.
રાજકોટ જિલ્લામાં ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડરની સમસ્યાથી પીડાતા બાળકોને શોધીને તેઓનો થેરાપી બેઝ ઇલાજ કરાવવાની દિશામાં શરૂ થયેલી કામગીરી અંતર્ગત જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા 16થી 30 મહિનાના 35,000 બાળકોનો સરવે હાથ ધરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે, ત્યારે અત્યાર સુધીમાં કુલ 5442 બાળકના પ્રશ્નોત્તરી બેઝ થયેલા સ્ક્રીનિંગમાં 35 બાળકમાં આ ગંભીર ઓટિઝમના લક્ષણો જોવા મળતા તમામ ભૂલકાંઓને થેરાપી બેઝ તપાસ માટે ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર (D.I.C) ખાતે ત્વરિત રીફર કરવામાં આવ્યા છે.
પ્રવર્તમાન સમયે આધુનિક જીવનશૈલી વચ્ચે બાળકોમાં વર્તન (બિહેવિયર) સંલગ્ન ઓટિઝમ ડિસીઝનું પ્રમાણ વધી રહ્યું છે, વૈશ્વિક સ્તરે આવા ચોંકાવનારા તારણો વચ્ચે રાજકોટ જિલ્લાના આરોગ્ય વિભાગે ઘરે ઘરે જઇને નાના ભૂલકાંઓનું પ્રશ્નોત્તરી બેઝ સ્ક્રીનિંગ કરવાનું અભિયાન શરૂ કર્યું છે. આંતરિક સૂત્રો કહે છે કે, 16થી 30 મહિનાના 35,000 બાળકનો સરવે કરી આ ઓટિઝમના લક્ષણોને પારખવાનો પ્રયાસ શરૂ કરાયો છે, આ કાર્ય માટે તબીબોને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે. 29 ટુકડી અંતર્ગત કુલ 57 તબીબ બાળકોની વિશેષ તપાસમાં જોતરાયા છે. આજદિન સુધીમાં 5442 બાળકનું પ્રશ્નોત્તરી બેઝ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે તેમાં 35 બાળક શંકાસ્પદ હોવાનું જણાતા તેઓને થેરાપી બેઝ તપાસ માટે ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે. આરોગ્ય તંત્રના અધિકારીઓ કહે છે કે, તંત્ર મહેનત કરી રહ્યું છે, પરંતુ બાળકોના વાલીઓમાં દેખાવી જોઇએ તેવી જાગરૂકતા જોવા નથી મળી રહી !
ઉલ્લેખનીય છે કે, પ્રશ્નોત્તરી બેઝ સ્ક્રિનિંગમાં બાળકમાં ઓટિઝમ સંલગ્ન શંકાસ્પદ લક્ષણ દેખાય ત્યારે તુરંત વાલીએ સ્ક્રિનિંગ કરનાર તબીબની સલાહ મુજબ બાળકની યોગ્ય સારવારની દિશામાં આગળ વધવું જોઇએ.