અમદાવાદ,
અમદાવાદના પૂર્વમાં આવેલ વટવા વિધાનસભાના વિકસિત એવા વસ્ત્રાલ વિસ્તારની શાન સમા ગણાતા વસ્ત્રાલ તળાવમાં ગટરનું પાણી ઠલવાતા પાણી પર ગંદકીના ડેર લાગ્યા છે. આ ગંદકીના કારણે દુર્ગંધ પણ આવે છે જેના કારણે આસપાસની સોસાયટીના લોકોને રહેવું મુશ્કેલ થઈ ગયું છે.
આ તળાવ પાસે સવારે સરકારના યોગા કલાસ પણ ચાલે છે ઘણા લોકો ત્યાં વોક માટે પણ આવે છે તે પોતાના સ્વાસ્થ્યને સારું કરવાને બદલે ખરાબ કરવા આવતા હોય તેમ તેઓને લાગે છે.
વસ્ત્રાલ તળાવની પાસે આવેલી સોસાયટી સિલ્વર 34 બંગલોસ, શ્રીજી હાઇટ્સ શિપગ્રમ બંગ્લોસ, શરણમ્ પેરેડાઇસ પ્રયોસાં પેરેડાઇસ, શાશ્વત વિનાયક જેવી સોસાયટીના રહીસો તળાવમાથી આવતી દુર્ગંધના લીધે બારી બારણાં બંધ રાખવા મજબૂર બન્યા છે.
બીજી લહેર બાદ જ્યારે બગીચા ખોલવાની છૂટ આપી ત્યારે લોકો સવારે મોટી સંખ્યામાં અહીં આવતા હતા સાંજના સમયે પણ લોકો ફેમિલી સાથે ફરવા આવતા હતા પણ લોકો તળાવમાથી આવતી દુર્ગધના કારણે આવાનું ટાળે છે. આ તળાવમાં જળચર પ્રાણીઑ માછલી, કાચબા, જલકુકડી જેવા અસંખ્ય જીવોને
આવા ગંદા પાણીના કારણે જો કઈ થશે તો તેના માટે કોણ જવાબદાર ????
શું કોર્પોરેશન આની જવાબદારી લેશે ? સ્થાનિક લોકોની માગણી છે કે આ તળાવની તાત્કાલિક સફાઈ કરાવવી જોઈએ.