Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

વડોદરા : MD ડ્રગ્સની ફેક્ટરી મામલે ચોંકાવનારો ખુલાસો, આરોપીઓએ લોકડાઉનમાં કરોડોનું ડ્રગ્સ વેચ્યું

મહત્વનું છે કે ઘરેથી તપાસ દરમિયાન રોકડ 50 લાખ રૂપિયા ગુજરાત ATSની ટીમે કબજે કર્યા છે

વડોદરા, 

સાવલીમાંથી પકડાયેલી MD ડ્રગ્સની ફેક્ટરી બાદ આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આરોપીઓએ લોકડાઉન બાદ મુંબઈ અને રાજસ્થાનના ડ્રગ્સ માફિયાઓને 150થી 300 કિલો જેટલું તૈયાર MD ડ્રગ્સ વેચ્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે. એવામાં આરોપી મહેશ વૈષ્ણવના ઘરે તપાસ કરતા 50 લાખ રોકડ પણ કબ્જે કરવામાં આવ્યા છે. ગુજરાત ATS દ્વારા MD ડ્રગ્સ કેસમાં પકડવામાં આવેલા 6 આરોપીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત તેમણે અન્ય કઈ જગ્યા પરથી ડ્રગનો કાળો કારોબાર ચલાવતા હતા ? કાચો માલ ક્યાંથી આવતો હતો ? આમાં કોણ કોણ છે ? આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈને ATS ટીમ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ATSને તપાસ દરમ્યાન આરોપીઓ પાસેથી અલગ અલગ કડીઓ હાથ લાગી હતી અને ડ્રગ્સ કનેક્શન ક્યાં ક્યાં સુધી લંબાયું છે તે દિશામાં તપાસ કરતા ડ્રગ કનેક્શન મોરબી સુધી પણ લંબાયું હોવાનું બહાર આવ્યું છે. મોરબીની ફેક્ટરીમાં માદક પદાર્થ બનતો હતો.

સિન્થેટિક માદક પદાર્થ બનાવતા મહેશ ધોરાજીના કહેવાથી આરોપી દિલીપ વઘાસિયા અને પિયુષ પટેલ પહેલેથી જ પાર્ટનરશીપ કરી ડ્રગનો કાળો બજાર ચલાવતા હતા અને મોરબી ખાતેની એક કેમિકલ ફેક્ટરીના માણસો સાથે સંપર્ક કરાવી પિયુષ પટેલ મહેશ ધોરાજી સદર કેમિકલ ફેક્ટરીના ગોડાઉનમાં પેસ્ટીસાઈડ બનાવવાની આડમાં અલપ્રાઝોલમ નામના માદક પદાર્થ બનાવવાનું શરૂ કરેલું હતું. અલપ્રાઝોલમ નામના માદક પદાર્થ બનાવવા માટેની પ્રક્રિયા કુલ 7 સ્ટેજથી હોય છે. જે પૈકી આરોપીઓએ શરૂઆતના બે સ્ટેજ પ્રક્રિયા પૂર્ણ કરી દીધેલ હતી. જેના પરિણામ સ્વરૂપે ઇન્ટરમિડીયેટ કેમિકલ પાઉડર બે અમોનિયા, પાંચ ક્લોરા બેન્જોફીનાલ બનાવવા આવ્યું.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *