એક વર્ષ પહેલા લગ્નના નામે 5 લાખ રૂપિયા લઈને ભાગી ગઈ હતી, તે કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે.
પૂછપરછમાં સામે આવ્યું કે, તે રૂપિયા પડાવવા માટે અત્યાર સુધીમાં 30 લગ્ન કરી ચુકી છે.
રાજસ્થાન,
રાજસ્થાનના આદિવાસી બહુલ ડૂંગરપુર જીલ્લાના સાગવાડા થાના પોલીસે એક એવી દુલ્હનની ધરપકડ કરી છે જેને અત્યાર સુધીમાં 30 લોકો સાથે લગ્ન કરી તેમને બેવકૂફ બનાવી ચુકી છે. પોલીસે લૂટેરી દુલ્હન રીનાની મધ્યપ્રદેશના જબલપુરથી ધરપકડ કરી છે. આ એક વર્ષ પહેલા લગ્નના નામે 5 લાખ રૂપિયા લઈને ભાગી ગઈ હતી. તે કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછમાં સામે આવ્યું કે, તે રૂપિયા પડાવવા માટે અત્યાર સુધીમાં 30 લગ્ન કરી ચુકી છે. તેનું સાચું નામ સીતા ચૌધરી છે.
સાગવાડા થાનાધિકારી સુરેંદ્ર સિંહ સોલંકીએ જણાવ્યું કે, 12 ડિસેમ્બર 2021ના જોધપુરા નિવાસી પ્રકાશચંદ્ર ભટ્ટે એક કેસ નોંધાવ્યો હતો. ભટ્ટે જણાવ્યું કે, જુલાઈ 2021માં એજન્ટ પરેશ જૈને મધ્યપ્રદેશના જબલપુર નિવાસી રીના ઠાકુરની સાથે તેમના લગ્ન કરાવ્યા હતા. લગ્ન માટે રમેશ અને રીનાએ તેમની પાસેથી 5 લાખ રૂપિયા લીધા હતા. રીના લગ્નના 7 દિવસ સુધી સાસરામાં રહ્યા બાદ તેમની સાથે જબલપુર ચાલી ગઈ. પરત આવતા સમયે રસ્તામાં રીનાએ અન્ય લોકોને બોલાવી તેમની સાથે મારા-મારી કરાવી અને પોતાના સાથીઓની સાથે ભાગી ગઈ. તે બાદ પરેશ જૈન અને રીનાએ પોતાનો ફોન નંબર બદલી નાખ્યો અને તેના પૈસા પણ આપ્યા નહીં.
ફર્જી લગ્ન કરાવનાર ગેંગમાં કામ કરે છે
થાનાધિકારી સુરેંદ્ર સિંહ અનુસાર, મામલાની તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે, લુટેરી દૂલ્હન રીના ઠાકુરનું સાચું નામ સીતા ચૌધરી છે. તે જબલપુરમાં ગુડ્ડી ઉર્ફે પૂજા બર્મનની પાસે કામ કરે છે. ગુડ્ડી અને પૂજા બર્મને લૂટેરી દુલ્હનોની ગેંગ ચલાવી રાખી છે. તેમણે કેટલીક છોકરીઓને ફર્જી નામ, સરનામાના આધારકાર્ડ અને અન્ય કાગળ બનાવી રાખ્યા છે. તે કેટલાક રાજ્યોમાં એજન્ટના માધ્યમથી ફર્જી લગ્ન કરાવી તેમની પાસેથી પૈસા અને સોના-ચાંદીના ઘરેણાં લૂંટે છે. બાદમાં તે દુલ્હનો ફરાર થઈ જાય છે. સીતા ચૌધરી પણ લાંબા સમયથી તેમની સાથે હતી.
પોલીસ કોન્સ્ટેબલે પોતાના ફોટો મોકલી લગ્ન (Merrage) કરાવવા અંગે વાત કરી
પોલીસે તપાસ કરતા ગુડ્ડી ઉર્ફે પૂજા બર્મનના નંબર વિશે માહિતી મેળવી. કોન્સ્ટેબલ ભાનુપ્રતાપે પોતાના ફોટો મોકલી લગ્ન કરાવવા અંગે વાત કરી. લગ્ન માટે છોકરીઓ બતાવવા માટે તેણીએ 5 હજાર રૂપિયા માંગ્યા. ગુડ્ડી ઉર્ફે પૂજા બર્મને કોન્સ્ટેબલને 8થી 10 છોકરીઓના ફોટા મોકલ્યા. તેમાં રીનાનો ફોટો પણ હતો. પોલીસ રીનાને તરત ઓળખી ગઈ અને પોલીસે રીનાને પસંદ કરતા લગ્ન કરવાની વાત કરી.
કોન્સ્ટેબલને ફોટો બતાવવા માટે લીધા 5 હજાર
ગુડ્ડી બર્મને કોન્સ્ટેબલ પાસેથી સમદડિયા મોલની પાસે આવવા અને એડવાન્સના 5000 રૂપિયા લઈ આવવા માટે કહ્યું. તેના પર કોન્સ્ટેબલ ભાનુપ્રતાપ વરરાજા બની અને કોન્સ્ટેબલ ભૂપેન્દ્ર સિંહ અને વિરેન્દ્ર સિંહ તેમના મિત્ર બનીને ગયા. ગુડ્ડી બર્મન રીના ઠાકુરને લઈને આવી. ત્યાં તેનું નામ કાજલ ચૌધરી બતાવ્યું. ત્યાર બાદ મુરતિયો અને તેમના મિત્ર બનીને આવેલા પોલિસ કર્મીઓનો ઈશારો મળતા જ મહિલા પોલીસની ટીમ પહોંચી ગઈ. પોલીસે લૂટેરી દુલ્હન રીના ચૌધરી ઉર્ફ સીતા ચૌધરી ઉર્ફ કાજલ ચૌધરીની ધરપકડ કરી લીધી.
30 લોકો સાથે લગ્ન કરીને ભાગી ચૂકી છે લૂટેરી દુલ્હન સીતા ઉર્ફ રીના
રીના ઉર્ફ સીતા ઉર્ફ કાજલ પોતાના પરીવારને છોડીને જબલપુરમાં રહે છે. પોતાના મોજ શોક પુરા કરવા માટે તે લુટેરી ગેંગમાં સામેલ થઈ ગઈ. ગુડ્ડી ઉર્ફે પૂજા બર્મનની સાથે મળીને ફર્જી આધાર કાર્ડ અને કાગળથી ફર્જી લગ્ન કરાવ્યા બાદ તે રૂપિયા તથા ઘરેણા લૂટીને ફરાર થઈ જતી હતી. પોલીસ પૂછપરછમાં લૂટેરી દુલ્હન સીતા ઉર્ફે રીના ઉર્ફે કાજલે અત્યાર સુધીમાં 30 લગ્ન કર્યા બાદ રૂપિયા અને ઘરેણા લૂટીને ભાગી જવાની વાત સ્વીકારી છે. રીના ઠાકુર ઉર્ફે સીતા ચૌધરી વિરુદ્ધ એમપીના નર્મદાપુરમ વિસ્તારમાં પણ આ પ્રકારના લગ્ન કરી રૂપિયા અને ઘરેણાં લઈને ભાગી ગઈ હતી. તે કેસમાં તે જેલમાં પણ રહી હતી.