વડોદરા,
વડોદરા શહેર નજીક આવેલા રણોલીમાં ટ્યૂશનથી ઘરે આવી રહેલી ૯ વર્ષની બાળકી સાથે દર્દીને મૂકવા આવેલા રિક્ષાચાલકે લિફ્ટમાં શારીરિક અડપલાં કર્યાં હતાં. આ ઘટનાથી હેબતાઈ ગયેલી બાળકી સામે આરોપીને લાવતાં જ તે ધ્રુસકે-ધ્રુસકે રડી પડી હતી અને “યહી આદમી થા” તેમ કહેતાં લોકોએ તેને ઝડપી લઈ પોલીસને સોંપ્યો હતો.
રણોલીમાં ટ્યૂશન ક્લાસમાંથી આવેલી ધોરણ ૪માં અભ્યાસ કરતી બાળકી લિફ્ટમાં બેસી ઉપરના માળે તેના ઘરે જઈ રહી હતી. તે સમયે લિફટમાં હાજર નરાધમ કલ્પેશે કુમળા ફૂલ જેવી બાળકીને શારીરિક અડપલા કર્યા હતા. પોતાના સાથે અજાણ્યા વ્યક્તિએ કરેલા કૃત્યથી ગભરાઈ ગયેલી બાળકી રડતાં રડતાં તેના ઘરે પહોંચી હતી. પોતાની રડતી બાળકીને જાેઈ તેની માતાએ પૂછપરછ કરી હતી. જેમાં લિફ્ટમાં તેની સાથે બનેલી ઘટના તેણીએ કહેતાં માતાના હોશ ઊડી ગયા હતા. માતાએ અન્ય લોકોને જણાવતાં જ તેઓએ વર્ણનના આધારે કલ્પેશને ઝડપી લીધો હતો. આરોપી કલ્પેશને બાળકીની સામે લાવતા જ બાળકી ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. તેણીએ માતાને કહ્યું મમ્મી, યહી આદમી થા. જે સાંભળી લોકોએ તેને પોલીસને સોંપ્યો હતો. જાે કે બાળકી સાથે શારીરિક અડપલાં કરનાર કલ્પેશ ખુદ એક બાળકીનો પિતા છે. ત્યારે તેણે આવું કૃત્ય કેમ કર્યું એ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
વડોદરા શહેરમાં એક રીક્ષાચાલક દ્વારા ખૂબ જ શરમનાક કૃત્ય કરવામાં આવ્યું છે, રણોલીમાં રહેતા મહારાષ્ટ્રના રહેવાસી વ્યક્તિ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે તેમના પત્ની અને બાળકો મહારાષ્ટ્રમાં રહેતાં હતાં અને દિવાળીના સમયે જ તે રણોલી રહેવા આવ્યાં છે. તેમની ૯ વર્ષની પુત્રી ધો.૪માં મહારાષ્ટ્રમાં અભ્યાસ કરે છે અને હાલમાં તે રણોલીમાં ટ્યૂશન ક્લાસમાં જાય છે. શનિવારે મોડીરાતે બાળકી ટ્યૂશનમાંથી પરત આવી એપાર્ટમેન્ટની લિફ્ટમાં ઉપર જઈ રહી હતી. તે સમયે રિક્ષામાં ભાડું લઈને આવેલો રણોલીના રામનગરમાં રહેતો કલ્પેશ સુરેશભાઈ ત્યાં આવ્યો હતો અને છૂટા ન હોવાથી તે ઉપર એપાર્ટમેન્ટમાં નાણાં લેવા જઈ રહ્યો હતો. તે સમયે લિફ્ટમાં હાજર બાળકી સાથે તેણે શારીરિક અડપલાં કર્યાં હતાં. લિફ્ટમાંથી રડતાં રડતાં બહાર નીકળેલી બાળકીને પરિવારજનોએ પૂછતાં તેની સાથે લિફ્ટમાં એક વ્યક્તિએ શારીરિક અડપલાં કર્યાં હોવાનું જણાવતાં તેઓ ચોંકી ઊઠ્યા હતા. દરમિયાન બૂમાબૂમ થતાં જ એપાર્ટમેન્ટની નીચે રહીશો એકત્ર થયા હતા. તેઓએ બાળકીના વર્ણન મુજબ રિક્ષાચાલક કલ્પેશને પકડી લીધો હતો. બાળકી સામે રિક્ષાચાલક કલ્પેશને લાવતાં તે તેને જાેઈ ધ્રુસકે-ધ્રુસકે રડી પડી હતી અને તેણીએ કહ્યું હતું કે, હા, યહી આદમી થા. આ સાંભળતાં જ રહીશોએ ઘટના અંગે જવાહરનગર પોલીસને જણાવતાં પોલીસ દોડી આવી હતી. પોલીસે બાળકીના પરિવારની ફરિયાદ લઈ રિક્ષાચાલક કલ્પેશ સુરેશભાઈની અટકાયત કરી હતી.