રેડ એલર્ટમાં અમદાવાદ : કોર્પોરેશન દ્વારા ગરમીમાં લેવાતી કાળજી અંગેની માર્ગદર્શિકા કરવામાં આવી જાહેર
માથું દુખવું ચક્કર આવવા ચામડી લાલ સૂકી અને ગરમ થઈ જવી સ્નાયુઓમાં દુખાવો થવો, અશક્તિ જેવા છે લૂ ના લક્ષણો
અમદાવાદ,તા.૧૨
હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ સહિતના કેટલાક વિસ્તારોમાં આવતી કાલ તારીખ 13મે અને 14મે ના રોજ રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. એટલે કે મહત્તમ તાપમાન 45 ડિગ્રીને પાર થવાની સંભાવના છે. 45° તાપમાન વચ્ચે ગરમીમાં લેવાતી કાળજી અંગેની માર્ગદર્શિકા કરવામાં આવી જાહેર કરવામાં આવી છે. આ સંજોગોમાં આપણે પોતાની અને આપણા પરિવારજનોની તકેદારી રાખવા માટે નીચે મુજબ કાળજી રાખી શકીએ છીએ.
લૂ લાગવાના લક્ષણો
લૂ લાગવાના લક્ષણો કે જેમાં અળાઈઓ, માથું દુખવું ચક્કર આવવા ચામડી લાલ સૂકી અને ગરમ થઈ જવી સ્નાયુઓમાં દુખાવો થવો, અશક્તિ, ઉબકા અને ઊલ્ટી થવા ઉપરોક્ત લક્ષણો દેખાય તો તરત જ તબીબી સલાહ લેવી ઇમર્જન્સીમાં 108નો સંપર્ક કરવો. ખૂબ પરસેવો થવો અને અશક્તિ લાગવી જેવા લક્ષણો હોય તો સાવચેતી રાખવી. વધુ પ્રમાણમાં પાણી, છાશ અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું. લાંબો સમય તડકામાં ન રહેવું, હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા. ઠંડકવાળા સ્થળોએ સમયાંતરે આરામ કરવું. નાના બાળકો વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું. તરસ ન લાગે તો પણ બહાર નીકળ્યા હોવ ત્યારે વારંવાર પાણી પીતા રહેવું.