Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

રિવરફ્રન્ટ પર ફૂટઓવર બ્રિજનું ડિસેમ્બરમાં લોકાર્પણ થાય તેવી શક્યતા, પુરઝડપે કરવામાં આવી રહી છે કામગીરી

(અબરાર અલ્વી)

અમદાવાદ,

શહેરના રમણીય એવા સાબરમતી રિવરફ્રન્ટના એલિસબ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચે 75 કરોડના ખર્ચે બાંધવામાં આવી રહેલા આઇકોનિક ફૂટઓવર બ્રિજના બાંધકામને પૂરું કરવા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આગામી ડિસેમ્બર માસ પહેલાં એનું લોકાર્પણ કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.

સાબરમતી રિવરફ્રન્ટ પર પદયાત્રીઓ અને સાઇક્લિસ્ટો માટે આ ફૂટ બ્રિજ આકર્ષણરૂપ બની રહે એ માટે કેટલીક વિશિષ્ટ સુવિધાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટે અમદાવાદની શાન તો વધારી જ દીધી છે પણ હવે ગુજરાત સરકાર આ રિવરફ્રન્ટ પર ફૂટ ઓવરબ્રિજ બનાવવા જઈ રહી છે જે નદીના પૂર્વ અને પશ્ચિમ કાંઠાને જોડી દેશે આ બ્રીજનું કામ પૂર્ણ થવાના આરે છે ત્યારે બાકી રહેલ બ્રીજનું કામ પૂર્ણ કરવા માટે પુરઝડપે કામ કરવામાં આવી રહ્યું છે.

(ફોટો રઝમીન અલવી)

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *