અમદાવાદ,તા.26
શહેરની લાલ દરવાજા વિસ્તારમાં આવેલી રિપબ્લિક હાઇસ્કુલમાં 26 જાન્યુઆરીના રોજ ૭3માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.


શાળામાં ધ્વજવંદનનું કાર્યક્રમ યોજાયું હતું જેમાં શહેઝાદઅહેમદ બુખારીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, તેમજ આ પ્રસંગે જાણીતા સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરી તથા બુનિયાદઅલી સૈયદે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં શાળામાં ઉત્તમ સિદ્ધિ મેળવેલ એનસીસી કેડેટ્સને ઇનામ તથા સર્ટિફિકેટ્સ આપવામાં આવ્યા હતા.