Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

“ABC” ટ્રસ્ટના સંચાલક ડો. જી.એ. શેખ (મૂન્ના ભાઇ)ની યષ કલ્ગીમાં વધુ એક પીંછુ

(લતીફ અન્સારી)

“ABC” ટ્રસ્ટના સંચાલક ડો. જી.એ. શેખ (મૂન્ના ભાઇ)ને જિનિયસ ફાઉન્ડેશન તરફથી “જીનિયસ ઇન્ડિયન એચીવર્સ એવોર્ડ” આપી સન્માન કરવામા આવ્યુ

અમદાવાદ,તા.૧૫

શહેરના ગાંધી આશ્રમ જુના વાડજ સિલ્વર ક્લાઉડ હોટલ આશ્રમ રોડ ખાતે રવીવારના રોજ એક એવોર્ડ સમારંભનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ સમારંભમા જિનિયસ ફાઉન્ડેશનના સંસ્થાપકો સહીત બીજા અનેક એવોર્ડી ઉપસ્થિત રહ્યા હતા. જિનિયસ ફાઉન્ડેશન તરફથી “ABC” ટ્રસ્ટના સંચાલક ડો. જી.એ. શેખ (મૂન્ના ભાઇ)ને જોઈન્ટ કમિશનર IPS અજય ચૌધરીના હસ્તે એવોર્ડ આપી સન્માન કરવામા આવ્યુ હતુ.

મેડિક્લ ક્ષેત્રે ઉત્ક્રૂષ્ટ સેવા અને ગૂજરાતભરમા ફ્રી મેડિકલ કેમ્પોની સેવા આપવા બદલ ડો. જી.એ. શેખનુ સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનિય છે કે “જિનિયસ ફાઉન્ડેશન” એ એક એવી સંસ્થા છે જે ભારતભરમા એવા લોકોનુ એવોર્ડ આપી સન્માન કરે છે કે જેઓએ સમાજ માટે ઉત્ક્રૂષ્ટ કામગીરી કરીને અને સમાજ માટે અમૂલ્ય યોગદાન આપ્યું હોય છે તે બદલ એવા લોકોને આ સંસ્થા “જીનિયસ ઇન્ડિયન એચીવર્સ એવોર્ડ” એનાયત કરે છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *