Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

રાજપીપળાની પ્રણવ સરસ્વતી મંદિર પ્રાથમિક શાળામાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી

સાજીદ સૈયદ, નર્મદા

વિદ્યાર્થીઓમાં શિક્ષક તરીકેના ગુણો વિકસે તે હેતુ સાથે આજના દિવસે શાળાનું સંપૂર્ણ શૈક્ષણિક કાર્ય વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

આજનું બાળક આવતી કાલનું ભવિષ્ય છે. જે પોતાની શાળા, પરિવાર, સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું અભૂતપૂર્વ યોગદાન આપવા સક્ષમ બને છે.
સમાજના વિકાસનો મૂળભૂત પાયાને મજબૂત કરવાનું કાર્ય શિક્ષક કરે છે, માટે દર વર્ષે પ મી સપ્ટેમ્બરના રોજ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સન્માનમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. આમ, ઉજવણીના ભાગરૂપે તા. 05/09/2023ના રોજ રાજપીપળા ખાતે પ્રણવ સરસ્વતી મંદિર, પ્રણવ વિદ્યાલય શાળા ખાતે ઉજવણી કરવામાં આવી હતી.

     આજના દિવસની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થનાથી થઈ હતી. તેમજ વિદ્યાર્થીઓમાં એક શિક્ષક તરીકેના ગુણો વિકસે તેવાં હેતુ સાથે આજના દિવસે શાળાનું સંપૂર્ણ શૈક્ષણિક કાર્ય વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ તેમની શાળામાં, પોતાની સાથે જ ભણતા વિદ્યાર્થીઓને શિક્ષક તરીકે ભણાવતા તરીકેની ભૂમિકા ભજવી હતી અને શ્રેષ્ઠ શિક્ષક બનવા તરફની શરૂઆત કરી હતી. શાળાના ધોરણ 7 અને 8ના 27 જેટલા વિદ્યાર્થીઓએ શૈક્ષણિક કાર્ય કર્યુ હતું.

       સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે  શિક્ષકો અને વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *