2016 માં, પાર્થને ઉચ્ચ શિક્ષણ અને શાળા શિક્ષણ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, જાહેર સાહસો, માહિતી ટેકનોલોજી અને ઇલેક્ટ્રોનિક્સ વિભાગના પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા હતા.
પશ્ચિમ બંગાળના વાણિજ્ય અને ઉદ્યોગ વિભાગના પ્રધાન અને હેવીવેઇટ TMC નેતા પાર્થ ચેટરજીની સરકારી શાળાઓમાં કથિત ભરતી કૌભાંડના સંબંધમાં 24 કલાકથી વધુની પૂછપરછ પછી શનિવારે સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. એજન્સીએ તેની નજીકની સહયોગી અર્પિતા મુખર્જીની પણ અટકાયત કરી છે.
કોણ છે પાર્થ ચેટર્જી
વાણિજ્ય અને ઉદ્યોગ વિભાગના વર્તમાન પ્રધાન અને પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ શિક્ષણ પ્રધાન, ચેટર્જી અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસના પશ્ચિમ બંગાળ મહાસચિવ પણ છે. પાર્થ ચેટર્જી સંસદીય બાબતોના મંત્રાલયનો પોર્ટફોલિયો પણ ધરાવે છે. ચેટર્જી 2014થી 2021 સુધી મમતા બેનર્જીની કેબિનેટમાં શિક્ષણ મંત્રી હતા. 2001માં, પાર્થ ચેટર્જી તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર બેહાલા પશ્ચિમથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને ત્યારથી દક્ષિણ કોલકાતા બેઠક પર રહ્યા છે. 2011માં મમતા બેનર્જીની પાર્ટીએ સરકાર બનાવી તે પહેલા ચેટર્જી 2006થી 2011 સુધી પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા હતા. પાર્થે વર્ષ 2016માં અનેક મંત્રાલયોની જવાબદારી સંભાળી છે.
MBAની ડીગ્રી, બહુરાષ્ટ્રીય કંપનીમાં નોકરી કરી
પાર્થ ચેટર્જીનો જન્મ 6 ઓક્ટોબર 1952ના રોજ કોલકાતામાં થયો હતો. તેમણે તેમનું પ્રારંભિક શિક્ષણ નરેન્દ્રપુરની રામકૃષ્ણ મિશન સ્કૂલમાંથી મેળવ્યું હતું. તે પછી તેમણે આશુતોષ કોલેજમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ પૂર્ણ કર્યો. કલકત્તા યુનિવર્સિટીમાંથી એમબીએ પૂર્ણ કર્યા પછી, ચેટર્જીએ માનવ સંસાધન વ્યાવસાયિક તરીકે એન્ડ્રુ યુલ સાથે કામ કર્યું. તેઓ કોલકાતામાં નકતલા ઉદયન દુર્ગા પૂજા સમિતિના અધ્યક્ષ પણ છે, જે તેના થીમ આધારિત પંડાલ માટે પ્રખ્યાત છે.
વર્ષ 2016માં અનેક મંત્રાલયોની જવાબદારી મળી
2016માં, પાર્થને ઉચ્ચ શિક્ષણ અને શાળા શિક્ષણ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, જાહેર સાહસો, માહિતી ટેકનોલોજી અને ઇલેક્ટ્રોનિક્સ વિભાગના પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા હતા.