રફી સાહેબની પુણ્યતિથીએ નેશનલ એવોર્ડ વિજેતા બંકિમ પાઠકે ચેરીટી શો કરી સમાજના ઉત્કૃષ્ટ કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું
(રીઝવાન આંબલીયા)
૩૧ જુલાઈ રફી સાહેબની પુણ્યતિથિએ શ્રી બંકિમ પાઠકે આ વર્ષે પણ દિવ્યાંગો માટે ચેરીટી શો કરી સમાજના ઉત્કૃષ્ટ કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું હતું.
મોહમ્મદ રફીના અવાજ વગર હિન્દી સિને સંગીતની કલ્પના પણ કરી શકાય નહીં. 24 ડિસેમ્બર 1924ના રોજ પંજાબના એક ગામ કોટલા સુલતાન સિંહમાં તેમનો જન્મ થયો હતો. રફી સાહેબ 31 જુલાઈ 1980ના રોજ દુનિયાને અલવિદા કહીને જતા રહ્યા.
રફી સાહેબની પુણ્યતિથિ નિમિત્તે બિગ બી ઓફ ગુજરાત એટલે કે, શ્રી બંકીમભાઈ પાઠક એક શો માટે ખાસ અમેરિકાથી આવી અમદાવાદના ટાગોર હોલ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. છેલ્લા ૪૩ વરસથી રફી સાહેબની પુણ્યતિથીએ હાઉસફુલ શોની હારમાળા કરનાર શ્રી બંકિમ પાઠક સદાબહાર સ્ટેજ કીંગ બીગ Bએ આ વર્ષે પણ દિવ્યાંગો માટે ચેરીટી શો કરી સમાજના ઉત્કૃષ્ટ કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું હતું. ગુજરાત રાજ્ય તથા નેશનલ એવોડઁ મેળવનાર ગાયક શ્રી બંકિમ પાઠકને તેમના આ કાર્ય બદલ ખુબ ખુબ અભિનંદન.