(રીઝવાન આંબલીયા)
“૨ ઓક્ટોબર ગાંધી જયંતી”ના દિવસથી શહેરના જાણીતા ડ્રેસ ડિઝાઈનર નિકી દોશી અને મનીષ દોશી દ્વારા ખાદીના કપડાંની વિવિધ શ્રેણી કે, જે યુવા વર્ગમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની રહે તે માટેના ખાસ ડિઝાઇન બનાવવામાં આવ્યા છે.
અમદાવાદ,
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે અમદાવાદમાં એક નવા વિષય સાથે આજની યુવા પેઢી ગાંધીજીના વિચારો સાથે જોડાય તે હેતુથી યુવા વર્ગથી માંડી મહિલાઓ બાળકો તથા દરેકને ગમે તે પ્રકારની ખાદીની વિવિધ વસ્તુઓ બનાવનાર ગ્રામીણ કલાકારો દ્વારા હાથવણાટ દ્વારા બનાવવામાં આવેલ છે. જેનું અમદાવાદ ખાતેના વિભાગની શરૂઆત થઈ રહી છે.
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં ટાઇટેનિયમ સીટી સેન્ટર ખાતે “૨ ઓક્ટોબર ગાંધી જયંતી”ના દિવસથી શહેરના જાણીતા ડ્રેસ ડિઝાઈનર નિકી દોશી અને મનીષ દોશી દ્વારા ખાદીના કપડાંની વિવિધ શ્રેણી કે, જે યુવા વર્ગમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની રહે તે માટેના ખાસ ડિઝાઇન બનાવવામાં આવ્યા છે. આપણી રાષ્ટ્રીય ધરોહર ખાદીને યુવાઓ અપનાવે અને તેમની આગલી પેઢી સુધી આ વાત પહોંચે તે હેતુથી આ શરૂઆત કરી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના જુદા જુદા ગ્રામીણ વિસ્તારોમાં રહેતા અને આ કાર્ય સાથે સંકળાયેલા કલાકારો દ્વારા કેળાની છાલ, મોસંબી, દૂધ વગેરેમાંથી પણ રેસાઓ ઉત્પન્ન કરી કપડાં બનાવવામાં આવ્યા છે જેના કારણે આ કપડામાંથી ક્યારેય પરસેવાની દુર્ગંધ ન આવે અને હંમેશા તમને એક તાજગીનો અનુભવ કરાવે છે.
આ વિશે વાત કરતા ડિઝાઈનર નિકી દોશીએ જણાવ્યું હતું કે, હાલમાં તેમણે મહિલાઓ માટે જ આ કપડાંની શ્રેણીની શરૂઆત કરી છે જેને જુદા જુદા માધ્યમો દ્વારા મહિલાઓ સુધી પહોચાડી રહ્યા છીએ અને મહિલાઓને આ પ્રકારના કપડાઓ પહેરવામાં રસ પડી રહ્યો છે ત્યારબાદ અમે પુરુષો માટે પણ એક નવી રેન્જ તૈયાર કરી રહ્યા છીએ.
આજના ઝડપી યુગમાં ખાદીને યુવાઓ સુધી પહોંચાડવાનો આ એક નવો જ અભિગમ લાવીને યુવાઓમાં આકર્ષણનું કેન્દ્ર બનાવવાનો હેતુ છે.