અબરાર એહમદ અલવી
ઇસ્લામી વર્ષની શરૂઆત પણ કુર્બાનીથી થાય છે અને અંત પણ કુર્બાનીથી થાય છે. મુહર્રમ ઇસ્લામી હીજરી (વર્ષ)નો પ્રથમ મહિનો છે જેમાં હઝરત ઇમામ હુસેન (ર.અ) અને આપના 72 સાથીઓ ઇસ્લામ માટે સચ્ચાઇ, સંયમ અને ન્યાયને અનુસરતા કરબલાના મેદાનમાં શહિદ થયા હતા.
20મી જુલાઈથી મહોરમ માસનો પ્રારંભ થયો છે. મોહરમ મહિનાની 10મી તારીખે હઝરત ઈમામ હુસૈનની (ર.અ)ની શહાદત થઈ હતી. જેના કારણે મુસ્લિમ સમાજના લોકો હઝરત ઇમામ હુસૈન (ર.અ)ની શહાદતને વિશેષ યાદ કરે છે. ભલે મોહરમ ઇસ્લામિક હીજરીનો પ્રથમ મહિનો છે અને નવા વર્ષની શરૂઆત છે પરંતુ આ આખો માસ
હઝરત ઇમામ હુસૈન (ર.અ)ની શહાદતની યાદમાં હઝરત ઇમામ હુસૈન (ર.અ ને ચાહનાર લોકો ખુબ જ ગમગીન રહે છે અને વાકયે કરબલા એટલે કરબલાની ઈતિહાસ અંગે ખાસ વજ એટલે કથનનું આયોજન કરવામાં આવે છે. શિયા મુસ્લિમો મોહરમની 10 તારીખ સુધી કાળા કપડા પેહરીને શોક વ્યક્ત કરે છે. ૧૦ મોહરમે ભારતમાં તાજીયાનો જુલુસ નીકળે છે.
મુહર્રમનો મહિનો હિજરી વર્ષનો (ઇસ્લામી વર્ષનો) પ્રથમ મહિનો છે. ઇસ્લામી વર્ષને હિજરી વર્ષ કહેવામાં આવે છે અને મુહર્રમનો મહિનો આ પ્રતિષ્ઠિત મહિનાઓમાંથી એક છે. ઇસ્લામી અથવા હિજરી કેલેન્ડર, ચંદ્ર દ્વારા ગણવામાં આવતી તારીખ પ્રમાણે છે, જે ચંદ્રના પરિભ્રમણ પ્રમાણે હોય છે, આ બાર મહિના પર આધારિત છે, ઇસ્લામી કેલેન્ડર દર વર્ષે સૂર્ય વર્ષ પર આધારિત કરતા 10 દિવસ ઓછા થતા હોય છે, ઇસ્લામી વર્ષની શરૂઆત પણ કુર્બાનીથી થાય છે અને અંત પણ કુર્બાનીથી થાય છે. મુહર્રમ ઇસ્લામી હીજરી (વર્ષ)નો પ્રથમ મહિનો છે જેમાં હઝરત ઇમામ હુસેન (ર.અ) અને આપના 72 સાથીઓ ઇસ્લામ માટે સચ્ચાઇ, સંયમ અને ન્યાયને અનુસરતા કરબલાના મેદાનમાં શહિદ થયા હતા. જ્યારે ઇસ્લામી હીજરીનો છેલ્લો મહિનો ઝીલ્ હજ્જ છે. હઝરત ઇબ્રાહીમ અલૈહીસલામ અને આપના પુત્ર હઝરત ઇસ્માઇલ અલૈહીસલામની કુર્બાની માટે જાણીતો છે અને આ મહિનામાં જ ઇદ-ઉલ અઝહા આપની યાદમાં ઉજવવામાં આવે છે.
તો આવો જાણીએ કેવી રીતે થઈ ઇસ્લામિક હિજરીની શરૂઆત
મુહર્રમનો મહિનો હિજરી વર્ષનો પ્રથમ મહિનો છે, તેની શરૂઆત ઉમર બિન ખત્તાબ (ર.અ)ના ઝમાનામાં થઇ, હઝરતે ઉમરની સરદારી વખતે જ્યારે ઇસ્લામ ફેલાવવા લાગ્યો અને લોકો ઇસ્લામ કબૂલ કરવા લાગ્યા તો સિયાસતના કાર્યોમાં તારીખ લખવાની જરૂરત પડી, કેટલીક વખતે એવું થતું હતું કે, હઝરત ઉમર તરફથી જે પત્ર મંત્રીઓને પહોંચાડતા અથવા મંત્રીઓ જે પત્ર હઝરતે ઉમર પાસે પહોંચાડતા તેના પર તારીખ લખેલી ન હતી, જેના કારણે મુશ્કેલી પડતી હતી. જેથી દરેક સહાબા (સાથીઓ)ને આ વસ્તુની જરૂરત પડી કે ઇસ્લામ દીન જે એક સંપૂર્ણ દીન છે, ઝબરજસ્ત માર્ગદર્શન અને તરીકો ઇસ્લામ બતાવે છે. ઇસ્લામની એક પોતાની તારીખ હોવી જ જોઇએ, જેની શરૂઆત કોઇ મહત્વ ધરાવતા ઇસ્લામી કિસ્સાથી કરવામાં આવે, અબૂ મૂસા અશઅરી (ર.અ) ખાસ કરીને બધાની નજર આ વસ્તુ તરફ કરાવી, છેવટે હઝરતે ઉમર (ર.અ) આ વાત દરેક સહાબા સમક્ષ મુકી દરેકે આ વાતને ખુબ પસંદ કરી. હઝરતે ઉમર (ર.અ)ને સહાબા પાસે રાય માંગી કે, ઇસ્લામી તારીખની શરૂઆત ક્યાંથી કરવામાં આવે અને કેવા કિસ્સાથી કરવામાં આવે ? સહાબાઓએ પોતાની રાય આપી, છેવટે મોલા અલી મુશ્કીલ કુશા (ર.અ)ના માર્ગદર્શન મુજબ આ વાત નક્કી થઇ કે, ઇસ્લામી તારીખની શરૂઆત હિજરતના કિસ્સાથી થવી જોઇએ… કારણ કે, હિજરતનો કિસ્સો ઇસ્લામ દીન (ધર્મ)માં એક અલગ મહત્વ ધરાવે છે. આ એક તરફ મક્કામાં મુસલમાનોનું જીવનની યાદ અપાવે છે, જ્યાં મુસલમાનો પર અત્યાચાર કરવામાં આવ્યું હતું. ઇસ્લામ અપનાવી લેવાના કારણે તેમના પર અત્યાચાર કરવામાં આવ્યુ, ઇસ્લામથી ફરી જવા માટે અંથક કોશીશો કરી, ઘણી પ્રકારની સજાઓ આપી, ધન છીનવી લીધું, મારી નાખવાની ધમકી આપવામાં આવી. ઘન તથા હોદ્દાની લાલચ આપવામાં આવી, છેવટે મુસલમાનોએ રાત્રિના અંધકારમાં અત્યાચારીઓથી બચતા હબશહ અને મદીનહ તરફ હિજરત કરી. અત્યાચારીઓએ જ્યારે આ પરિસ્થિતી જોઇ તો ઇસ્લામ ધર્મના પૈગંબર સાહેબ (સ.અ.વ.)ને કતલ કરવાનો ઇરાદો કર્યો, અને આ દુષ્કાર્ય કરવા માટે એક રાત્રે પૈગંબર સાહેબ (સ.અ.વ.)ના ઘરને ઘેરી લીધું, જેવા જ પૈગંબર સાહેબ (સ.અ.વ.) પોતાના ઘરેથી બહાર નીકળતાની સાથે જ પૈગંબર સાહેબ (સ.અ.વ.)ને મારી નાખવા માટે તૈયાર હતા, પરંતુ પૈગંબર સાહેબ (સ.અ.વ.) તે જ રાત્રે અલ્લાહના આદેશથી તેની દેખરેખ હેઠળ મદીના તરફ રવાના થયા, ઇસ્લામના શત્રુઓ પોતાની દરેક ચાલ રમતા પણ તેઓ પૈગંબર સાહેબ (સ.અ.વ.)ને પકડી ન શક્યા, અને ન તો વધતા ઇસ્લામની રોક માટે સફળ થયા, એવી જ રીતે મક્કાની આ અંધેરી રાત પછી મદીનામાં ઇસ્લામના નવા ઝંડાની શરૂઆત થઇ, હિજરત પછી ફકત દસ વર્ષના ઓછા સમયગાળામાં ઇસ્લામ અરબ ટાપુથી નીકળી રોમ અને ઇરાનની સરહદો સુધી પહોંચી ગયો. હિજરતનો આ જ પ્રકાશિત દિવસ હતો જેના કારણે સહાબાઓએ ઇસ્લામી તારીખની શરૂઆત આ કિસ્સા પ્રમાણે રાખી, અને તેની શરૂઆત મુહર્રમ મહિનાથી કરી, હિજરતનો કિસ્સો રબીઉલ્ અવ્વલમાં થયો પરંતુ અરબના લોકો અરબી વર્ષનો મહિનો મુહર્રમને ગણે છે. એટલા માટે બે મહિના અને આઠ દિવસ પાછળ જઇ મુહર્રમથી ઇસ્લામી વર્ષની શરૂઆત થઇ.
મુહર્રમ મહિનાના રોજાનો પણ ખુબ જ મહત્વ છે અબૂહુરૈરહ (ર.અ) કહે છે કે, એક શખ્સ પૈગંબર સાહેબ (સ.અ.વ.) પાસે આવ્યો અને તેણે કહ્યું “રમઝાનના રોઝા પછી સૌથી મહત્વના રોઝા કયા છે ? પૈગંબર સાહેબ (સ.અ.વ.)એ કહ્યું અલ્લાહના મહિનાના જેને તમે મુહર્રમ કહો છો. (સહી મુસ્લિમ : 1163/ ઇબ્ને માજા 1742 શબ્દો ઇબ્ને માજાના છે.) ઇમામ નવવી (ર.હ) કહે છે કે, આ હદીષમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે, રમઝાન પછી મુહર્રમના રોઝા સૌથી મહત્વના છે. (સહીહ મુસ્લિમ : 8/55) ઇમામ શૌકાની (ર.હ) કહે છે કે, આ હદીષથી જાણવા મળે છે કે, નફીલ રોઝામાં સૌથી મહત્વના રોઝા મોહર્રમના છે. ( નૈલુલ્ અવતાર / 241/4)
કરબલાનો મેદાન જ્યાં ઈમામ હુસેન (ર.અ) શહીદ થયા એટલે કે, આજનો સીરિયા જ્યાં 1400 વર્ષ પહેલા યજિદ ઇસ્લામનો જોર જબરજસ્તીથી ખલીફા બન્યો હતો. તે પોતાની સલ્તનત જુલ્મથી ફેલાવવા માંગતો હતો. યઝીદ માત્ર નામનો મુસ્લિમ હતો તેના અકીદા અને તેની રેહણી કરણી ઇસ્લામી શરીઅતની વિરુધ્ધમાં હતી જેના માટે મોટો પડકાર ઇમામ હુસેન(ર.અ) હતા. જેઓ ઇસ્લામને અનુસરનાર શરીઅતના કિલા સમાન અને ન્યાય પ્રીય રસુલલ્લાહના પ્યારા નવાસા (દોહિત્રી) હતા. જેઓ યજીદના વિરોધમાં હતા. યજિદના અત્યાચાર વધવા લાગ્યા હતા અને કુફાથી આપને મદદ માટે પત્રો લખવામાં આવતા હતા અને આપને કુફા મદદ માટે આવવા માટે દબાણ કરવામાં આવતું હતું. આવી સ્થિતિમાં હઝરત ઇમામ હુસેન (ર.અ) આપના પરિવાર અને સાથીદારો સાથે, મદિનાથી ઇરાકના કુફા શહેર તરફ જવાનું સફર શરૂ કર્યું, પરંતુ માર્ગમાં યજિદની સેનાએ ઇમામ હુસેન(ર.અ)ના કાફલાને કરબલાના રણ પર રોક્યો હતો. તે 2 મુહર્રમનો દિવસ હતો, જ્યારે ઇમામ હુસેન (ર.અ)નો કાફલો કરબલાના ગરમ રણમાં રોકાયો હતો. ત્યાં પાણીનો એકમાત્ર સ્રોત નેહરે ફુરાત હતી, જેના પર યઝીદની સેનાએ ઇમામ હુસેન (ર.અ)ના કાફલા માટે પાણી માટે પ્રતિબંધ મૂક્યો હતો. આ હોવા છતાં, ઇમામ હુસેન ઝુક્યા નહીં. યજિદના પ્રતિનિધિઓ દ્વારા ઇમામ હુસેન (ર.અ)ને નમાવવાનો દરેક પ્રયાસ નિષ્ફળ ગયો અને અંતે યુદ્ધની ઘોષણા થઈ. ઇતિહાસ કહે છે કે ઇમામ હુસેન (ર.અ)ના કાફલામાં 72 લોકો હતા જેમાં મહિલાઓ અને બાળકો પણ હતા જે યઝીદી સેનાના 80,000 લોકો સામે લડ્યા હતા.
ખ્વાજા મોઇનોઉદ્દીન ચીશ્તી (ર.હ) હઝરત ઇમામ હુસેન (ર.અ) અંગે ફરમાવ્યું
“शाह अस्त हुसैन, बादशाह अस्त हुसैन
दीन अस्त हुसैन, दीने-पनाह अस्त हुसैन
सरदाद न दाद दस्त, दर दस्ते-यज़ीद
हक़्क़ा के बिना, लाइलाह अस्त हुसैन ”
મહાત્મા ગાંધીજી ઈમામ હુસેનને અંજલી આપતા કહે છે.
“ઈમામ હુસેનના જીવન પ્રસંગો પરથી
અનેરો ઉત્સાહ મળે છે,
સત્ય સ્વરૂપનું ઈમામ હુસેનનું જીવન મારા માટે તો,
ચિંતામણીના રત્ન રૂપે છે.”
શરીફ વિજાપુરા
“સજદેમે ઝૂકાકર સરકો કટાયા હુસૈન ને,
અપને લહુસે ઈન્સાનીયતકો બચાયા હુસૈન ને
જાન દેકર ખુદકી જુલ્મકો મીટાયા હુસૈન ને,
હક ઔર બાતીલકા ફર્ક દિખલાયા હુસૈન ને
છોડકર યઝીદકે લશ્કરકો આયે હૂર તૌબા કો,
મહોબતસે દુશ્મનકો ભી દોસ્ત બનાયા હુસૈન ને
કુરબાનીએ હુસૈનકા ચર્ચા હોને લગા કાયનાત મે,
આસમાન કે ફરીશ્તો કો ભી રૂલાયા હુસૈન ને
તીરોકી બારિશમે નમાઝ અદા કર લી હુસૈન ને
દુનિયાકો નમાઝકા મરતબા સીખાયા હુસૈન ને
લૂટાકર ઝેહરાકા કુમ્બા કરબલાકી તપતી ઝમીન પે
ઈસ્લામ ઔર નાનાકી ઊમ્મતકો બચાયા હુસૈન ને
પરદેશમે ભી ‘શરીફ’ ગમે હુસૈનકો મનાતા હૈ
હર જગાહકો કરબલા બનાયા હુસૈન ને“