Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ ગુજરાત

મોરબીની ફેક્ટરીમાંથી ૧૪ બાળ શ્રમિકોને મુક્ત કરાવાયા

મોરબી,

મોરબીના ઉંચી માંડલ નજીક આવેલી રામેસ્ટ સિરામીક ફેક્ટરીમાં બાળ શ્રમિકો પાસે મજૂરી કરાવવામાં આવતી હોવાની બાતમી અમદાવાદની “બચપન બચાવો” અભિયાન સંસ્થા અને મોરબી ચાઈલ્ડ લાઈનની ટીમને મળી હતી. સંસ્થા અને ચાઈલ્ડ લાઈનની ટીમે પોલીસને સાથે રાખી દરોડા પાડતાં ફેક્ટરીમાં ૧૪થી ૧૫ જેટલા બાળ શ્રમિકો પાસે મજૂરી કરાવવામાં આવતી હોવાનું ધ્યાને આવ્યું હતું. જેને પગલે અમદાવાદ અને મોરબીની ટીમ દ્વારા આ તમામ બાળ શ્રમિકોને શોષણમાંથી મુક્ત કરાવી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફેકટરીના સંચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

મોરબીમાં અનેક ફેક્ટરીઓમાં બાળ શ્રમિકો પાસે વેઠ કરવામાં આવતી હોવાનું જગ જાહેર છે. ત્યારે અમદાવાદની ‘બચપન બચાવો’ સંસ્થાએ મોરબી ચાઈલ્ડ લાઈનની ટીમને સાથે રાખી ઉંચી માંડલ પાસે સીરામીક ફેકટરીમાં દરોડો પાડી ૧૪થી ૧૫ જેટલા બાળ શ્રમિકોને મુક્ત કરાવ્યા હોવાનું બહાર આવ્યું છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *