Safeer News

Breaking News from Ahmedabad

દેશ

મોટી રાહત / પાસપોર્ટ બનાવવું થયું એકદમ સરળ, પોલીસ ક્લિયરન્સ માટે નહીં ખાવવા પડે ધક્કા !

જો તમે પાસપોર્ટ (Passport) બનાવવા જઈ રહ્યા છો અને તેની વેરિફિકેશન પ્રક્રિયા (Verification Process) વિશે ચિંતિત છો. તો આ સમાચાર તમારા માટે છે. હકીકતમાં હવે પાસપોર્ટ મેળવવો વધુ સરળ બની ગયો છે. વિદેશ મંત્રાલય (Ministry of External Affairs) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ પાસપોર્ટ અરજદારો તમામ પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રો પર પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ (પીસીસી) માટે ઓનલાઇન અરજી કરી શકે છે.

28 સપ્ટેમ્બરના રોજથી શરૂ થશે સુવિધા

વિદેશ મંત્રાલય (MEA)ની આ જાહેરાત પાસપોર્ટ અરજદારો માટે ચોક્કસપણે રાહતના સમાચાર છે. હવે તમારે આ કામ માટે ચિંતા કરવાની જરૂર નથી અને તેના માટે ઓનલાઈન અરજી કરવાની સુવિધા આપવામાં આવી છે. જોકે આ સુવિધા 28 સપ્ટેમ્બર એટલે કે આજથી શરૂ થશે. અરજદારો તમામ પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર (POPSK) પર પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ (PCC) માટે ઓનલાઇન અરજી કરી શકે છે. તમને જણાવી દઈએ કે પાસપોર્ટ જારી કરવાની પ્રક્રિયામાં પોલીસ વેરિફિકેશનનું કામ સૌથી વધુ સમય લેતું હોય છે.

પીસીસીની ડિમાન્ડ ઝડપથી વધી

વિદેશ મંત્રાલય, જે પાસપોર્ટ જારી કરવા માટે નોડલ મિનિસ્ટ્રી છે, તેણે અરજદારોને પડતી સમસ્યાને ઘણી હદ સુધી હલ કરી છે. પોલીસ વેરિફિકેશનમાં સ્થાનિક પોલીસ દ્વારા વેરિફિકેશન કરવામાં આવે છે, ત્યારબાદ ક્લિયરન્સ સર્ટિફિકેટ આપવામાં આવે છે. છેલ્લા કેટલાક દિવસોમાં PCCની માંગમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે વિદેશ મંત્રાલયે આ પગલું ભર્યું છે.

પાસપોર્ટ અરજદારો માટે મોટી રાહત

પાસપોર્ટ અરજદારો માટે પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ જરૂરી છે. જો કે રહેણાંક સ્થિતિ, રોજગાર અથવા લોન્ગ ટર્મ વિઝા અને ઇમિગ્રેશન માટે અરજી કરો છો, તો તેની જરૂર પડે છે, જ્યારે આ ટૂરિસ્ટ વીઝા પર વિદેશ જતા લોકોને આ સર્ટિફિકેટ જારી કરવામાં નથી આવતું. 

વિદેશ મંત્રાલયના આ નિર્ણયથી પાસપોર્ટ અરજદારોને રાહત મળશે અને લાંબી પ્રક્રિયામાંથી મુક્તિ મળશે. તેનાથી માત્ર વિદેશમાં રોજગાર મેળવવાની આશા રાખતા ભારતીય નાગરિકોને જ ફાયદો નહીં થાય, પરંતુ પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટની અન્ય માગણીઓ પૂરી કરવામાં પણ મદદ મળશે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *