“ખ્વાજા ગરીબ નવાઝ વેલ્ફેર ટ્રસ્ટ”ની જરૂરિયાત મંદ બાળકોને પણ સહાય જરૂરિયાત વિધવા બહેનોને અનાજ તેમજ રોકડા રૂપિયાની સહાય
સુરત શહેરમાં મેડીકલ ક્ષેત્રે ગરીબ, શ્રમજીવી અને મધ્યમ વર્ગના વ્યક્તિઓ માટે નાત જાતના ભેદભાવ વગર હર હમેશ તત્પર રહેનાર “ખ્વાજા ગરીબ નવાજ વેલ્ફેર ટ્રસ્ટ” દ્વારા અડાજણ, રાંદેર, સહીત ઓલપાડ તરફના દરેક વિસ્તારમાં રહેતા લોકો માટે પોતાની બીજી શાખાની શરૂઆત કરવામાં આવી છે જ્યાં દરેકને નાત જાતના ભેદભાવ વગર નજીવા દરે મેડીકલ સેવા આપવામાં આવશે.
હરહંમેશ લોકોની સેવામા હાજર રહેતા એવા “ખ્વાજા ગરીબ નવાઝ વેલ્ફેર ટ્રસ્ટ”નું નામ જાણીતું છે. “ખ્વાજા ગરીબ નવાઝ વેલ્ફેર ટ્રસ્ટ” દ્વારા હિન્દુ-મુસ્લિમ બધા જ ધર્મના અનેક લોકોને ઘણી સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે. જરૂરિયાત મંદ બાળકોના એજ્યુકેશન અને સ્કોલરશીપ માટેની સહાય, વિધવા બહેનોને અનાજ તેમજ રોકડા રૂપિયાની સહાય તથા દવાઓ પર 22% ડિસ્કાઉન્ટ જેવી સેવાઓ આપવામાં આવી રહી છે. તેમજ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય તહેવારો પર 100 જેટલાં લોકોને ફ્રી માં મેડિકલ ચેકઅપ તેમજ દવાઓ ફ્રીમાં આપવામાં આવતી હોઈ છે. છેલ્લા 7 વર્ષથી “ખ્વાજા ગરીબ નવાઝ વેલ્ફેર ટ્રસ્ટ” દ્વારા મોહરમ તાજીયા અને ગણેશ વિસર્જનમાં લોકો માટે પાણીની પરબની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.