મેડીકલ કેમ્પોમાં અહમ યોગદાન આપવા બદલ ABC ટ્રસ્ટના સંચાલક ડો. જી.એ. શેખ (મુન્નાભાઈ)નું બહુમાન કરવામાં આવ્યું
લુણાવાડા,તા.૨૦
શહેરના હાજી. જી. યુ. પટેલ. હાઈસ્કુલ મદની પ્રાથમિક શાળા ખાતે ABC ટ્રસ્ટ અમદાવાદ તેમજ મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ લુણાવાડાના સંયુક્ત ઉપક્રમે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અમદાવાદના સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરોએ ઉત્કૃષ્ટ સેવા આપી હતી.

મેડીકલ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવા અને મફત મેડીકલ કેમ્પોમાં અહમ યોગદાન આપવા બદલ ABC ટ્રસ્ટના સંચાલક ડો. જી.એ. શેખ (મુન્નાભાઈ)નું બહુમાન કરવામાં આવ્યું હતું.