અમદાવાદ, તા. 9
(અબરાર એહમદ અલ્વી)
શહેરના શાહીબાગ ખાતે એશિયાના સૌથી મોટા કબ્રસ્તાન પૈકીના એક મૂસા સુહાગ કબ્રસ્તાનમાં
કબરો તોડીને પાર્કિંગ બનાવાનો વિવાદ વકર્યો છે દરિયાપૂરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ પર અને વક્ફ કમિટી પર ગંભીર આક્ષેપ મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યા છે. ગ્યાસુદ્દીન શેખે કોન્ટ્રાક્ટ લીધો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે કબરો તોડવાના વિરોધમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના જાગૃત લોકો મૂસા સુહાગ કબ્રસ્તાનમાં ધરણા પર બેસી ગયા છે.