મુસ્લિમ સમાજના હોનહાર ૧૨૭ બાળકોને પ્રોત્સાહિત કરવાના હેતુથી ગુજરાત અંસારી સમાજ દ્વારા પ્રોગ્રામ યોજાયો
“ગર્વથી કહો કે અમે ભારતીય છીએ”
(લતીફ અન્સારી)
આજે મુસ્લિમ સમાજના હોનહાર ૧૨૭ બાળકોને પ્રોત્સાહિત કરવાના હેતુથી ગુજરાત અંસારી સમાજ ફેડરેશનના સહયોગથી ગુજરાત અંસારી સમાજ ફેડરેશનના અધ્યક્ષશ્રી લિયકતઅલી અન્સારીની આગેવાનીમાં એક પ્રોગ્રામ યોજાયો હતો. તે દરમ્યાન મુખ્ય મહેમાન જનાબ ફિરોઝ એહમદ અન્સારી સાહેબ અધ્યક્ષ મોમીન ફેડરેશન દિલ્હી તથા મુખ્ય મહેમાન પ્રોફેસર નિસાર એહમદ અન્સારી સાહેબ જનરલ સેક્રેટરી, મોલાના હબીબ સાહેબ ઈશા ફોઉન્ડેશન, ઝૈનુલ આબેદીન અન્સારી મહામંત્રી લઘુમતી મોરચો ગુજરાત પ્રદેશ ની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત સન્માન સમારોહમાં હાજરી આપી હતી.
આ કાર્યક્રમમાં બાળકોને પ્રોત્સાહિત કરવાના હેતુથી ઈનામનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન મસિહુદ્દિન અન્સારી ફેડરેશન જનરલ સેક્રેટરી અને ઈરફાન એહમદ અન્સારી ફેડરેશન ખજાનચી તથા સંચાલન મોલાના મહેબૂબ સાહેબ દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો જ આપણા રાષ્ટ્રનો મૂળ પાયો છે, જેના થકી કોઈ પણ દેશ-પ્રદેશ પોતાના વિકાસના સોપાનો સર કરી વૈશ્વિક સ્તરે નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. ફેડરેશન દ્વારા તમામ બાળકોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવવામાં આવ્યું હતું અને તમામ બાળકો આ રીતે આગળ વધે અને રમત જગતમાં પોતાના પરિવાર અને દેશનું નામ રોશન કરે તેવી અભિલાષા વ્યક્ત કરવામાં આવી હતી.