મલેશિયા,
મલેશિયામાં રહેતી મહિલા સમુદ્રમાંથી માછલી પકડીને પોતાનું ભરણ પોષણ કરે છે. મલેશિયામાં રહેતી આઈડા ઝુરિના લોંગે ક્યારેય વિચાર્યું ન હતું કે આ મામુલી કચરાથી તેનો સપનુ સાકાર થઈ જશે. તમને જણાવી દઈએ કે આ મહિલા તેના પરિવાર સાથે માછલી પકડતી હતી. ત્યારપછી તે તેને બજારમાં વેચીને મળેલા પૈસાથી ગુજરાન ચલાવતી હતી. તાજેતરમાં, જ્યારે તે તેના પરિવાર સાથે માછલી પકડવા ગઈ ત્યારે તેણે દરિયામાં પ્લાસ્ટિક જેવો કચરો જાેયો. તેણે કચરો સમજીને આ વસ્તુને પાણીમાંથી બહાર કાઢી. આ મહિલાને ખ્યાલ સુદ્ધા ન હતો કે આ કચરો નથી, પરંતુ ખજાનાની ચાવી છે. જે મહિલાએ દરિયામાંથી કચરો સમજીને બહાર કાઢી હતી તે વ્હેલ માછલીની ઉલ્ટી હતી. જી હા, તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ વ્હેલ માછલીની ઉલ્ટી ખુબ જ કિંમતી હોય છે. જ્યારે આ મહિલાને વ્હેલ માછલીની ઉલ્ટી વિશે જાણ થઈ ત્યારે તે પણ આશ્વર્ય ચકિત થઈ ગઈ હતી. જ્યારે તે તેને ફેંકવા ગઈ ત્યારે તેને ખબર પડી કે તે વ્હેલની ઉલટી છે અને જે ખૂબ જ મૂલ્યવાન છે. તમને પણ જાણીને આશ્વર્ય થશે પરંતુ આ વ્હેલ માછલીની ઉલ્ટીની કિંમત કરોડોમાં હોય છે. મલેશિયાના તેરેન્ગાનુમાં આવેલી ફિશરીઝ વિભાગની ટીમ ટૂંક સમયમાં આ ઉલ્ટીનું નિરીક્ષણ કરશે અને ત્યાર બાદ તેની વાસ્તવિક કિંમત જાહેર કરવામાં આવશે. જાે કે અનુમાન મુજબ તેની કિંમત કરોડોમાં જશે તેવું કહેવામાં આવી રહ્યું છે.
આ ઘટના હાલ લોકોમાં ચર્ચાનો વિષય બની છે. કોનુ નસીબ ક્યારે બદલાઈ જાય કંઈ કહી શકાય નહી. ઘણીવાર આપણે લોકોને રાતોરાત સ્ટાર બનતા જાેયા છે. એક કહેવત છે કે, જ્યારે ભગવાન આપે છે ત્યારે છપ્પડ ફાડીને આપે છે. આવુ જ કંઈક એક મહિલા સાથે થયુ છે. સમુદ્રના કિનારેથી મળેલા કચરાને કારણે આ મહિલા રાતોરાત કરોડપતિ બની ગઈ છે.