77માં સ્વતંત્રતાના દિવસે ત્રિરંગો લહેરાયો છે કારણ કે, આઝાદી મેળવવા માટે આપણા નામી અનામી તમામ શહીદોએ તેના માટે પોતાનું બલિદાન આપ્યું છે. તેવા સર્વ શહીદોને કોટી કોટી વંદન…
સ્વતંત્રતાના દીવસે આન બાન અને શાન સાથે ત્રિરંગો લહેરાશે
અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન પર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રામોલ પોલીસ સ્ટેશનના પી.આઈ. રાણા સાહેબના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેની સાથે રામોલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓની સાથે રામોલ અને વસ્ત્રાલની જનતાએ સલામી આપી આઝાદીના 77માં વર્ષની ઉજવણી કરી હતી.
મિત્રો આજે 15મી ઓગસ્ટ ભારતનો સ્વતંત્રતા દિવસ, પણ આ સ્વતંત્રતા એટલે શું..?
આઝાદી એટલે શું ?
પોતાની બધી જ ફરજોને ઈમાનદારી પૂર્વક નિભાવીને દેશવાસીઓની ઇચ્છા અને ભાવનાનું સન્માન કરી પોતાની મરજી મુજબનું જીવન જીવવા માટે સર્વાંગી સંમતિ પૂર્વક પરવાનગી મેળવવી અને ઈચ્છુક જીવન જીવવું એટલે સાચી સ્વતંત્રતા.
સ્વતંત્રતા એમ જ નથી મળતી. સ્વતંત્રતા એક રીતે હકનું જ બીજું નામ છે અને તમને ખબર જ હશે કે, હક પોતાની સાથે ફરજ લઈને આવે છે. એ જો ન નિભાવી શકો તો તમને તમારા હકો પર અધિકાર બતાવવાનો પણ અધિકાર નથી.
દોસ્તો આ સ્વતંત્રતા માણવાની સાથે નિભાવવાની વાત છે. સમજદારી પૂર્વક, પરિપક્વતા પૂર્વક, લાગણી પૂર્વક અને સન્માન પૂર્વક…
સ્વંત્રતતા દિનની આપ સર્વે ભારતીઓ ને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ સાથે જયહિંદ અને ભારત માતા કી જય
(અમિત પંડ્યા વસ્ત્રાલ અમદાવાદ)