મૌલાનાએ અત્યાર સુધીમાં ૭ વિદ્યાર્થીઓનું શારીરિક શોષણ કર્યુ હોવાની ફરિયાદ – સૂત્ર
જુનાગઢ,
જુનાગઢના માંગરોળમાં મદરેસાનો મૌલાના બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હોવાની ફરિયાદ નોંધાઈ છે. વેરાવળ રોડ પર આવેલા મદરેસામાં ભણતા બાળકો સાથે કુકર્મ આચરવામાં આવ્યુ છે. કુકર્મ આચરનાર અન્ય કોઈ નહીં પરંતુ મદરેસાનો જ મૌલાના હોવાનું સામે આવ્યુ છે.
મદરેસામાં ફરજ બજાવતા મૌલાનાએ ૧૫ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનુ કૃત્ય આચર્યુ હતું. જેની બાળકે માતાપિતાને જાણ કરતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે પોક્સો હેઠળ ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ બે શખ્સોને રાઉન્ડઅપ કરીને પૂછપરછ હાથ ધરી છે.
કેસની હકીકત મુજબ મદરેસામાં અભ્યાસ કરતા ૧૫ વર્ષિય કિશોરે પાખંડી મૌલાના વિરુદ્ધ દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાવી છે. જેના આધારે ૨૫ વર્ષના મૌલાનાની ધરપકડ કરી તેની સામે IPCની કલમ ૩૭૭, ૩૨૩, ૫૦૬ અને ૧૪૪ અને POCSO સહિતની કલમો સાથે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે, મૌલાનાએ અત્યાર સુધીમાં ૭ વિદ્યાર્થીઓનું શારીરિક શોષણ કર્યુ છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મૌલાનાએ સાત બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ હોવાનુ સામે આવ્યુ છે. ગત દિવાળી વખતથી મૌલાનાએ શોષણ કરવાનુ શરૂ કર્યુ હતુ. મદરેસામાં ઉર્દુ શીખવવાના નામે મૌલાના બાળકોનું શોષણ કરતો હોવાનુ સામે આવ્યુ છે. જાે કોઈ બાળક તેની સામે વિરોધ કરે તો મૌલાના જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હોવાની હકીકત સામે આવી છે.