Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

ભારે કરી..! લવમેરેજ થયા કેનેડામાં અને માથાકુટ મહેસાણામાં થઇ

યુવતીના પરિવારે યુવકના ઘરે તોફડોડ કરી અને તેના માતા પિતા પર જીવલેણ હુમલો કર્યો

મહેસાણા,
મહેસાણા જિલ્લામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે, જ્યાં છોકરો અને છોકરી પોતાના પરિવારોથી દુર સાત સમુંદર પાર હતાં. આજુ બાજુના ગામમાં રહેતાં પ્રેમીપંખીડા યુવક-યુવતીને પ્રેમ થયો અને બન્નેએ બારોબાર કેનેડામાં જ લગ્ન કરી લીધાં. તમે કહેશો કે, આમા નવું શું છે આવું તો ઘણાં કિસ્સાઓમાં બનતું હોય છે. પણ અહીં વાત એ છે કે, આ બન્ને યુવક યુવતીઓ આસપાસના ગામમાં રહેતાં હતાં. પણ તેઓ જ્યારે કેનેડા પહોંચ્યા ત્યાં તેમનો પ્રેમ વધુ પાંગર્યો અને પરિવારથી દૂર આઝાદીના માહોલમાં આ આઝાદ પરિંદાઓએ કોઈની પરવાહ વિના લગ્ન પણ કરી લીધાં.

હવે આ લવ સ્ટોરીમાં ટ્વીસ્ટ આવે છે…આ લવમેરેજ થયા કેનેડામાં અને માથાકૂટ થઈ મહેસાણામાં. એમાં તો એવી બબાલ થઈ કે, લગનના વરઘોડા કરતાંય વધારે પબ્લિક ભેગી થઈ. ધોકા, પાઈપો અને સાધનો ઉલળ્યાં. કેનેડામાં લવમેરેજ અને બબાલ મહેસાણામાં, યુવતીના પરિવારે યુવકના ઘરવાળાઓને ફટકાર્યા.

આ ઘટના છે મહેસાણા જિલ્લાના વિજાપુર ગામમાં આવેલાં બિલિયા ગામની. જ્યાં એક પરિવાર સુઈ રહ્યો હતો ત્યાં અચાનક તેમના ઘરે ૧૫ જેટલાં લોકોનું ટોળું ઘુસી આવ્યું અને તોડફોડ કરીને ધમાચકડી મચાવી દીધી. આ ટોળાએ યુવકના ઘર પર હુમલો કરતા કહ્યું કે, કેનેડામાં તમારા દિકરાએ અમારી દિકરીને મારી નાંખી છે. એવું કહીને યુવતીના પરિવાર અને તેના સભ્યોએ યુવકના ઘરે તોડફોડ કરી અને હિચકારો હુમલો કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મહેસાણામાં આવેલા વિજાપુરના બિલિયામાં રહેતા પંકજભાઈ ડાહ્યાભાઈ પટેલનો પુત્ર પ્રિન્સ કેનેડામાં રહે છે. ત્રણ મહિના પહેલા અભ્યાસ અર્થે તે કેનેડા ગયો હતો અને તેણે કેનેડામાં જ એક પટેલ યુવતી સાથે લગ્ન કર્યા હતા. આ યુવતી તેના બાજુના ગવાડા ગામમાં જ રહેતી હતી. જાે કે, યુવતીના પરિવારજનોને આ લગ્ન મંજૂર ન હતા. જેથી આ અંગેની અદાવત રાખીને યુવતીના પરિવારજનો અગાઉ પ્રિન્સના ઘરે પહોંચ્યા હતા અને પ્રિન્સના માતા-પિતા પર હુમલો કર્યો હતો. આસપાસના લોકોએ તેમને બચાવી તો લીધાં. પણ જતા જતા આ ટોળાએ તેમને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી. સમગ્ર કેસમાં પોલીસે ફરિયાદ દાખલ કરી છે. જ્યારે આ સમગ્ર મામલે લાડોલ PSI જી.એ. સોલંકીએ જણાવ્યુ હતુ કે, અમે તપાસ કરી લીધી છે, યુવતી કેનેડામાં જીવતી છે અને સહીસલામત છે, જેથી યુવતીનું કેનેડામાં મોત થયુ છે તે વાત ખોટી છે. અમે હુમલાખોરોને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *