આ યુટ્યુબ ચેનલોના વ્યુઝ 114 મિલિયનથી વધુ હતા અને સબસ્ક્રાઈબર્સની સંખ્યા 85 લાખ 73 હજારથી વધુ હતી. આ ચેનલો પર જાહેરાતો પણ આવતી હતી.
ભારત સરકારે આઈટી એક્ટ 2021 હેઠળ સાત ભારતીય અને એક પાકિસ્તાની યુટ્યુબ ચેનલને બ્લોક કરી દીધી છે. આ યુટ્યુબ ચેનલોના વ્યુઝ 114 મિલિયનથી વધુ હતા અને સબસ્ક્રાઈબર્સની સંખ્યા 85 લાખ 73 હજારથી વધુ હતી. આ ચેનલો પર જાહેરાતો પણ આવતી હતી.
આ ચેનલોને કરવામાં આવી બ્લોક
Loktantra Tv- 23,72,27,331 વ્યુઝ, 12.90 લાખ સબ્સ્ક્રાઇબર્સ
URV TV – 14,40,03291 વ્યુઝ, 10.20 લાખ સબ્સ્ક્રાઇબર્સ
AM Razvi – 1,22,78,194 વ્યૂ, 95,900 સબ્સ્ક્રાઇબર્સ
Gouravshall Pawan Mithilanchal – 15.99.32,594 વ્યુઝ, 7 લાખ સબ્સ્ક્રાઇબર્સ
Sep TOpSTH – 24,83,64,997 વ્યૂઝ, 33.50 લાખ સબ્સ્ક્રાઇબર્સ
Sarkari Update – 70,11,723 વ્યુઝ, 80,900 સબ્સ્ક્રાઇબર્સ
Sab Kuch Dexho – 32,86,03,227 વ્યુઝ, 19.40 લાખ સબ્સ્ક્રાઇબર્સ
News ki Dunva (પાકિસ્તાની) – 61,69,439 વ્યુઝ, 97,000 સબ્સ્ક્રાઇબર્સ
જણાવી દઈએ કે, ગત મહિને જ માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, સરકારે વર્ષ 2021-22 દરમિયાન ફેક ન્યૂઝ ફેલાવવા માટે 94 યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે 19 સોશિયલ મીડિયા એકાઉન્ટ અને 747 URLને પણ પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં ઠાકુરે કહ્યું કે, આ કાર્યવાહી ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000ની કલમ 69A હેઠળ કરવામાં આવી છે.