ભારતીય સંસ્કૃતિ સમાન ગરબા પર જીએસટી શક્તિનાથ વિસ્તારમાં આમ આદમી પાર્ટીએ ગરબાની રમઝટ બોલાવી..
જાહેર માર્ગ ઉપર જ આમ આદમી પાર્ટીએ ગરબે ઘૂમતા ટ્રાફિક જામની સમસ્યા..
સરકાર ખાણીપીણીની ચીજ વસ્તુઓ પર જીએસટી લગાવ્યા બાદ હવે ભારતીય સંસ્કૃતિ તરીકે પ્રચલિત ગરબાના પાસ ઉપર 18% જીએસટી લગાવતા સમગ્ર ગુજરાતમાં ખેલૈયાઓએ વિરોધનો વંટોળ ઉભો કર્યો છે ત્યારે ભરૂચમાં પણ આમ આદમી પાર્ટીએ 18% ગરબાની પાસ ઉપર જીએસટીના વિરોધમાં શક્તિનાથ વિસ્તારમાં ગરબાની રમઝટ બોલાવતા ટ્રાફિક જામની સમસ્યા ઉદભવી હતી.
સમગ્ર ગુજરાતમાં કોરોનાના કહેર બાદ આસો નવરાત્રીને મનાવવા માટે ખેલૈયાઓ ઉત્સુક છે ત્યારે ભરૂચ જિલ્લા સહિત ગુજરાત ભરમાં ગરબાના આયોજન કરનારા આયોજકોની પાસ ઉપર 18% જીએસટી (GST) સરકારે લાગુ કરતા ખેલૈયાઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે તો આ તકનો લાભ લેવાનું આમ આદમી પાર્ટી પણ ચૂકતું નથી ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં ગરબાની રમઝટ જાહેર માર્ગો ઉપર બોલાવી હતી. જેના પગલે સમગ્ર ચારે રસ્તા ઉપર ટ્રાફિકજામની સમસ્યા ઉદભવી હતી અને શક્તિનાથ વિસ્તારના જાહેર માર્ગો ઉપર જ આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ સરકારના 18% જીએસટીના પ્લે કાર્ડ સાથે ગરબાની રમઝટ બોલાવી હતી.