ન્યુ દિલ્હી,તા.૧૨
ઓરિસ્સાના કેંદ્રપાડામાં એક મહિલાએ ખાનગી નર્સિંગ હોમમાં એવી બાળકીને જન્મ આપ્યો જેને બે માથા અને ત્રણ હાથ છે. આ એક દુર્લભ મેડિકલ કંડીશન છે. મહિલા બીજી વખત માતા બની છે. બાળકીના બંને ચહેરાનું નાક, મોં સંપૂર્ણપણે વિકસિત છે. બંને મોંથી બાળકીને આહાર અપાય છે. તો બંને નાકથી બાળકી શ્વાસ લઇ રહી છે.
બાળકીની તબિયત સ્થિર છે. કેન્દ્રપાડાના ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર્સ હોસ્પિટલ (DHH)ના ડૉકટર્સે પુષ્ટિ કરતાં કહ્યું કે આ સિયામીજ ટિ્વન્સનો કેસ છે. આ અંગે DHHના પિડિયાટ્રિક કન્સલટન્ટ ડૉ.દેબાશિષ સાહૂએ કહ્યું કે જાેડાયેલ જાેડકાં દુર્ભલ કંડીશનમાં છે જે છાતી અને પેટથી જાેડાયેલ છે. આ સ્થિતિને ફ્યુઝનના લીધે એમ્બ્રિયો જેનેસિસ કહેવાય છે. ડૉ.સાહૂના મતે અલ્ટ્રાસાઉન્ડ થયા બાદ આ મેડિકલ વિસંગતિ અંગે વિસ્તારથી જાણી શકાશે. ડૉ.સાહૂનું કહેવું છે કે આ પ્રકારની અસામાન્ય જન્મની ઘટનાઓ હવે ખૂબ ઘટી ગઇ છે કારણ કે હવે લોકો જાગૃત છે. પરંતુ હજુ પણ ગામડાંઓમાં જ્યાં સમયસર દવાઓ લેવાનું ધ્યાન રાખતા નથી, ફોલિક એસિડની દવાઓ લેવાનું બંધ કરી દે છે અને પાછળના સ્ટેજમાં અલ્ટ્રાસાઉન્ડ પણ કરાવતા નથી જેના પરથી વિસંગતિની ખબર પડી શકે. બાળકીના પિતાએ ઓરિસ્સા સરકાર પાસે બાળકીની ટ્રીટમેન્ટ માટે મદદનો આગ્રહ કર્યો છે. આપને જણાવી દઇએ કે કંધમાલના જાેડાયેલ ટિ્વન્સને અલગ કરવાનું સફળ ઓપરેશન થયું હતું. AIIMS દિલ્હીમાં આ ઓપરેશનનો પૂરો ખર્ચ ઓરિસ્સા સરકારે ઉઠાવ્યો હતો.